રાજકોટથી ગોવા જવા માટે મુસાફરોનો વધતો ધસારો
રાજકોટથી ડાયરેકટ ગોવા જવા માટે ડોમેસ્ટિક ફ્લાઈટમાં વધારો કરીને સૌરાષ્ટ્રના મુસાફરો માટે એક વધુ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આવનારા તહેવારો અને રજાઓને ધ્યાનમાં રાખી જો સૌરાષ્ટ્રવાસીઓ અત્યારથી પ્રી-બુકિંગ કરાવે તો હવાઈ ભાડામાં ઘણો ફાયદો થઈ શકે તેમ છે.
રાજકોટથી ડોમેસ્ટિક ફ્લાઈટમાં મુસાફરોમાં થતા વધારા સામે હવાઈ મથક પરથી ફ્લાઈતોની સંખ્યા પણ વધારવામાં આવી છે. જેમાં હૈદરાબાદ, બેંગ્લોર, મુંબઇ, દિલ્હી અને હવે ગોવા માટે પણ રાજકોટથી સીધી ફ્લાઇટ મળી રહેશે.
તો આવનારા તહેવારોમાં પણ મુસાફરોનો વધારો જોવા મળતો હોવાથી અને કોરોના હળવો પડ્યો હોવાથી પર્યટકો ફ્લાઈટમાં પણ વધુ સંખ્યા જોવા મળે તેવું લાગી રહ્યું છે. તેની માટે જો સૌરાષ્ટ્રવાસીઓ પ્રી-બુકિંગ કરાવે તો હવાઈ ભાડામાં ખૂબ ફાયદો થાય તેવું છે. દિવાળી પર ગોવા જવા માટે રાજકોટથી ફ્લાઈટનું ભાડું રૂ.3000 થી રૂ.4000 સુધીનું રહે છે.
જેથી સૌરાષ્ટ્રવાસીઓ જો નવરાત્રી અથવા દિવાળી પર ગોવા જવા માટે વિચારી રહ્યા હોય તો અત્યારથી જ બુકિંગ કરી ગોવાની મોજ માણવા માટે તૈયાર થઈ જાવ.