વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની ટોપ 5 કંપનીઓના સીઇઓ સાથે મુલાકાત : શિક્ષણ, સ્વાસ્થ્યથી લઈને ડ્રોન ટેક્નોલોજી અને રિન્યૂએબલ એનર્જીથી લઈને 5G સેક્ટર પર સીઇઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચા
અબતક, નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન તેઓએ ભારતની આવડતને અમેરિકન ટેકનોલોજીનું પીઠબળ પૂરું પાડવાના પ્રયાસો કર્યા હતા. જે સફળ રહ્યા છે. તેઓએ અમેરિકાની ટોપ 5 કંપનીઓના સીઇઓ સાથે મુલાકાત કર હતી. મોદીએ આ મુલાકાતમાં શિક્ષણ, સ્વાસ્થ્યથી લઈને ડ્રોન ટેક્નોલોજી અને રિન્યૂએબલ એનર્જીથી લઈને 5G સેક્ટર પર વાત કરી હતી. મોદીએ તમામ કંપનીના સીઇઓને 15 મિનિટનો સમય આપ્યો હતો.
વડાપ્રધાને અમેરિકામાં જે પાંચ મોટી કંપનીઓના અધિકારીઓ સાથે બેઠક કરી છે તે પાંચેય કંપનીઓની કુલ નેટવર્થ 555.41 અબજ ડોલર એટલે કે 41.03 લાખ કરોડથી વધારે છે. તેમાંથી સૌથી મોટી કંપની એડોબ છે, જેની નેટવર્થ 22 લાખ 56 હજાર કરોડ છે. ત્યારપછી નંબર આવે છે ક્વાલકોમ, જેની નેટવર્થ 11 લાખ 11 હજાર કરોડ રૂપિયા છે. ત્રીજી મોટી કંપની બ્લેક સ્ટોન છે. જેની નેટવર્થ 6.28 લાખ કરોડ છે. બાકીની બે કંપનીઓની નેટવર્થ 1 લાખ કરોડથી થોડી ઓછી છે. પરંતુ તે બંને કંપનીઓ પણ તેના અલગ અલગ ક્ષેત્રે ખૂબ મહત્વની છે.
કવાલકોમે ભારતના 5G સહિતના સેકટરમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી
સૌથી પહેલાં ક્વાલકોમના સીઇઓ ક્રિસ્ટિયાનો આર અમોન સાથે મોદીની મુલાકાત થઈ હતો. મોદીએ ક્રિસ્ટિયાનોને ભારતમાં મળનારી તક અંગે જણાવ્યું હતી. ક્વાલકોમના સીઈઓએ ભારતના 5G સેક્ટર સહિત અનેક ક્ષેત્રોમાં મળીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે ક્વાલકોમ એક મલ્ટીનેશનલ ફર્મ છે, જે સેમીકન્ડટર્સ અને વાયરલેસ ટેક્નોલોજી સર્વિસ પર કામ કરે છે. મીટિંગ દરમિયાન ભારતમાં રોકાણ, 5જી ટેક્નોલોજી અને ચીનને લઈને વાતચીત થઈ હતી.
ભારતમાં રોકાણ કરવાની તત્પરતા દર્શાવતી સોફ્ટવેર કંપની એડોબ
એડોબના ચેરમેન શાંતનું નારાયણ સાથેની મુલાકાતમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને રિસર્ચના ક્ષેત્રમાં ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવાના મુદ્દે વડાપ્રધાને ચર્ચા કરી હતી. આ ઉપરાંત ભારતના યુવાનો કેટલી ઝડપથી સ્ટાર્ટઅપ સેક્ટરને મજબૂત બનાવી રહ્યાં છે તે મુદ્દે પણ ચર્ચા થઈ. શાંતનુંએ ભારતમાં રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.એડોબ મુખ્ય રીતે કોમ્પ્યુટર સોફ્ટવેર કંપની છે. આ મલ્ટીમીડિયા સોફ્ટવેરનું પ્રોડક્શન કરે છે. જેનું નામ કેલિફોર્નિયાના લોસ એલ્ટોસમાં સ્થિત એડોબી ક્રીક નામની જલધારા પર રાખવામાં આવ્યું છે. કંપનીના સંસ્થાપક જોન વારનોકની પત્ની માર્વા વારનોકની છે, જે પોતે એક ગ્રાફિક ડિઝાઈનર છે.
પાકિસ્તાને આતંકી સંગઠનો ઉપર કાર્યવાહી કરવી જોઈએ : કમલા હેરિસ
અમેરિકાની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાલે રાત્રે અમેરિકાના વાઈસ પ્રેસિડન્ટ કમલા હેરિસ સાથે મુલાકાત કરી. આ મીટિંગ દરમિયાન કમલા હેરિસે આતંકવાદ અને તેમાં પાકિસ્તાનની ભૂમિકાનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેઓએ કહ્યું કે પાકિસ્તાનમાં અનેક આતંકી સંગઠનો છે. હેરિસે પાકિસ્તાનને સલાહ આપી છે કે તેઓ આતંકી સંગઠનો પર કાર્યવાહી કરે કે જેથી અમેરિકા અને ભારતની સુરક્ષા સામે ખતરો ઊભો ન થાય. કમલા હેરિસે સરહદ પારના આતંકવાદના મુદ્દે મોદીના નિવેદન પર પણ સહમતિ વ્યક્ત કરી છે. સાથે જ તે વાત પર પણ એકમત થયા કે ભારત દશકાઓથી આતંકવાદનો શિકાર બની રહ્યું છે અને હવે આતંકી સંગઠનોને પાકિસ્તાનથી મળી રહેલી મદદ પર અંકુશ લગાવવા અને તેના કડક વલણ અપનાવવાની જરૂરિયાત છે.
ફર્સ્ટ સોલારે ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કરવાની ઈચ્છા વ્યકત કરી
મોદીએ ફર્સ્ટ સોલાર કંપનીના સીઇઓ માર્ક વિડમાર સાથે મુલાકાત કરી હતી. આ ત્રીજા સીઇઓ હતા.જેને વડાપ્રધાન મળ્યા હતા.મોદીએ વિડમારને ભારતમાં રિન્યૂએબલ એનર્જીના ક્ષેત્રમાં થઈ રહેલા કામ અંગે જણાવ્યું. વિડમારે સોલાર પાવર ઉપકરણોના મેન્યુફેક્ચરિંગને લઈને પોતાની પીએલઆઈ યોજના અંગે જણાવ્યું. આ કંપની સોલાર પેનલ મેન્યુફેક્ચર કરે છે, આ ઉપરાંત પીવી પાવર પ્લાન્ટ્સ સાથે જોડાયેલી સર્વિસ પણ આપે છે. મુલાકાત પછી વિડમારે કહ્યું કે વડાપ્રધાન મોદીની લીડરશિપમાં ઘણું સારું કામ થયું છે. તેઓએ ટ્રેડ અને ઈન્ડસ્ટ્રી બંને વચ્ચે સારું બેલેન્સ બનાવી રાખ્યું છે. ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કરવાની શક્યતા શોધી રહેલી ફર્સ્ટ સોલાર જેવી કંપનીઓ માટે આ એક સારી તક છે.
ભારતના લોકોમાં સૌથી વધુ આવડત છે, જેની સાક્ષી પૂરે છે વિશ્વના ટોચના 25 હોદાઓ ઉપર બેઠેલા ભારતીયો
વિશ્વના ટોચના 25 હોદાઓ ઉપર ભારતીયો બેઠા છે. તે જીવતો જાગતો પુરાવો છે કે ભારતના લોકોમાં આવડત ખૂટી ખૂટીને ભરેલી છે. આ 25 વ્યક્તિઓ જોઈએ તો ગુગલના સીઇઓ, માઈક્રોસોફ્ટના સીઇઓ,
માઈક્રોસોફ્ટ સીઇઓ, સિટી ગ્રુપ સીઇઓ, સોફ્ટ બેંક વિઝન ફંડ સીઇઓ, એડોબ સીઇઓ, નેટ એપ સીઇઓ, પેપ્સીકો સીઇઓ, નોકિયા સીઇઓ, માસ્ટર કાર્ડ સીઇઓ, ડીબીએસ સીઇઓ, કોગનીઝેન્ટ સીઇઓ, નોવારટીસ સીઇઓ, કન્ડન્ટ સીઇઓ, ડાયગો સીઇઓ, સનડિસ્ક સીઇઓ, મોટોરોલા સીઇઓ, હારમન સીઇઓ, માઇક્રોન સીઇઓ, પાલો અલ્ટો નેટવર્ક સીઇઓ, રેકિટ સી મીઓ, આઈબીએમ સીઇઓ, બ્રિટેઇન ચાન્સલર, બ્રિટેઇન હોમ સેક્રેટરી, આયર્લેન્ડ પ્રાઈમ મિનિસ્ટર, ડબ્લ્યુએચઓ ચેરમેન ભારતીય છે.
જનરલ એટોમિક ભારતમાં ડિફેન્સ પ્રોડક્શન આગળ વધારશે
મોદીએ જનરલ એટોમિક કંપનીના સીઇઓ વિવેક લાલ સાથે મુલાકાત કરી. આ ચોથા સીઈઓ છે, જેમની સાથે મોદીએ મુલાકાત કરી હતી. બંને વચ્ચે ગ્લોબલ કોર્પોરેશન અને ભારતમાં ડિફેન્સ પ્રોડક્શનને આગળ વધારવાને લઈને ચર્ચા થઈ. મોદીએ લાલ સાથે ડ્રોન ટેક્નોલોજી પર મળીને કામ કરવાને લઈને પણ વાત કરી. આ ડ્રોનની ખાસિયત પ્રીડેટર ડ્રોન 50 હજાર ફુટની ઊંચાઈએ સતત 27 કલાક ઉડાન ભરી શકે છે. જેમાં હવાથી જમીન પર માર કરનારી લેઝર અને સેન્સર ગાઈડેડ બોમ્બને લઈ જવાની ક્ષમતા પણ છે.
જનરલ એટોમિક મહત્વપૂર્ણ ડિફેન્સ કંપની
આ એટોમિક રિસર્ચ અને ડેવલપમેન્ટ પર ફોકસ કરનારી અમેરિકન ડિફેન્સ અને એનર્જી કંપની છે. ગત વર્ષે જ લાલ આ કંપનીના સીઈઓ પદે નિયુક્ત થયા. લાલનું નામ દુનિયામાં જાણીતા વૈજ્ઞાનિકોમાં સામેલ છે.
બ્લેકસ્ટોન ગ્રુપ ભારતમાં આગામી 5 વર્ષમાં વધુ 40 બિલિયન ડોલરનું રોકાણ કરશે
વડાપ્રધાન મોદી સૌથી છેલ્લે બ્લેકસ્ટોન ગ્રુપના સીઇઓ સ્ટીફન એ શ્વાર્જમેન સાથે મુલાકાત કરી. આ વડાપ્રધાનને મળનારા પાંચમા સીઇઓ હતા. આ કંપની ન્યૂયોર્ક બેઝ્ડ અમેરિકન અલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપની છે.બ્લેકસ્ટોનના સીઇઓએ કહ્યું કે અમારી કંપનીના રોકાણ માટે ભારત દુનિયાનું સૌથી સારું માર્કેટ છે.
આ દુનિયામાં ઝડપથી ગ્રોથ કરનારો દેશ છે. અમે ભારતમાં રોકાણ કરવા માટે ઉત્સુક છીએ. મેં તેમને જણાવ્યું કે બ્લેકસ્ટોન ગ્રુપ ભારતમાં અત્યાર સુધીમાં 60 બિલિયન અમેરિકન ડોલરનું રોકાણ કરી ચુક્યું છે. અને આગામી 5 વર્ષમાં ગ્રુપ 40 બિલિયન ડોલરનું વધુ રોકાણ કરશે.