વાયરસ સાથે જીવતા લોકો માટે સ્વચ્છ વાતાવરણ સાથે તેના માનવીય હકકોનું રક્ષણ થાય તેવો શુભાશય: આજે સમગ્ર દૂનિયાનું ધ્યાન આ પરત્વે જોવા મળે ને તેને સંપૂર્ણ સહયોગ મળે એ જરૂરી
અબતક, અરૂણ દવે, રાજકોટ
1981માં સૌ પ્રથમ વિશ્ર્વમાં એચ.આઈ.વી. એઈડ્સ જોવા મળ્યા બાદ આ વાયરસ ભારતમાં પહેલીવાર 1986માં જોવા મળ્યો હતો. વિશ્ર્વમાં સૌથી વધુ પ્રચાર અને પ્રસાર પામેલા એઈડ્સના વાયરસની કોઈ ચોકકસ રસી કે દવા મેડીકલ સાયન્સ શોધી શકયું નથી. પ્રારંભે જાગૃતિના અભાવે લાખો લોકોનું મૃત્યુ એઈડસને કારણે થયું હતુ. આજે સમગ્ર વિશ્ર્વમાં તેના વાહકો જોવા મળી રહ્યા છે. યુ.એન. એઈડસ દ્વારા દર વર્ષે 1 લી ડીસેમ્બરે વિશ્ર્વ એઈડ્સ દિવસની ઉજવણી કરાય છે.
એચ.આઈ.વી. એઈડસની ચોકકસ રસી કે દવા ન હોવાથી તેની સામે જનજાગૃતિ એક માત્ર રામબાણ ઈલાજ હોવાથી સમગ્રવિશ્ર્વમાં તેના પ્રિવેન્સન માટે વિવિધ કાર્યક્રમો યોજી ને એઈડસ શેનાથી થાય ન થાય કેતેનીસામે કેમ બચી શકાય તેવી જાગરૂકતામા હોલીવુડ-બોલીવુડ સ્ટારો, ક્રિકેટરો સાથે સેલીબ્રીટી તેની અવરનેશમાંજોડાઈને સુંદર કાર્ય કરી રહ્યા છે. આજે સમગ્ર વિશ્ર્વમાં ‘એ ડે વીથ ઇંઈંટનીઉજવણી થઈ રહી છે. ત્યારે છેલ્લા 40 વર્ષથી તેની સાથે જીવતા લોકોનો અનેરો દિવસ છે. એપલ જેવી ઈન્ટરનેશનલ જેવી વિવિધ કંપની રેડ મુવમેન્ટ માધ્યમથી સહયોગ આપી રહ્યા છે. તેની સાથે જીવતા લોકો આજે અનેરા ઉત્સાહ સાથે તેમાં જોડાઈને લોકોને જાગૃત કરી રહ્યા છે.
આજે પણ તેની સાથે જીવતા લોકો પ્રત્યે ભેદભાવની ઘટના બની રહી છે.તેથી જન માનસમાં HIV-AIDS બાબતે જાગરૂકતા લાવવા અને સમાજનાં છેવાડાના માનવી સુધી તેની સાચી અને વૈજ્ઞાનિક સમજ ફેલાવવા સૌના સાથની જરૂરિયાત છે.વાયરસ સાથે જીવતા લોકો માટે જીવન રક્ષક સમી એન્ટિ રિટ્રોવાયરસ ડ્રગ્સ (અછટ)ના ઘણા રીઝલ્ટ સારા હોવાથી વાયરસની સાથે તંદુરસ્ત પણે વાહકો લાંબુ આયુષ્ય ભોગવી રહ્યા છે. અસુરક્ષિત જાતિય વ્યવહારો એકથી વધુવાર વપરાયેલ ઓપરેશનના સાધનો સીરીઝ, નીડલ, માતા દ્વારા બાળકને અને ચેપગ્રસ્ત રકત ચડવાથી આ ચાર કારણોથી ફેલાતા એચ.આઈ. વી.;નાં કેસોમાં રકત સાવધાની અને નવા સંશોધનની દવાને કારણે માતા દ્વારા બાળકનલાં ચેપને આપણે અંકુશ કરી દીધો છે. બાકીનાં બે કારણોમાં વિશેષ સંભાળ રાખવાથી આપણે બચી શકીએ છીએ આજનો દિવસ જ તેમની સાથે જીવતા લોકોનો હોવાથી લોકોએ સહાયભૂત થવું જરૂરી છે.
આજે વિશ્ર્વ કોવિડ-19, એચ.આઈ.વી. સામે બેવડા શંકટનો સામનો કરી રહ્યું છે. બાળકોમાં લાગેલ એચ. આઈ.વી. ચેપની પણ એક મોટી વૈશ્ર્વિક સમસ્યા છે. એઈડ્સને સમાપ્ત કરવા 2016માં રાજકીય ઘોષણા કરાઈ હતી પણ હજી આપણને સફળતા ન મળતા ‘એન્ડ એઈડ્સ-2030’ મુવમેન્ટ શરૂ કરાય છે. શૂન્ય ભેદભાવની વૈશ્ર્વિક ઝુંબેશ આજે વિશ્ર્વભરમાં ચાલી રહી છે.
વિશ્ર્વમાં 37.1 મિલિયન લોકો વાયરસ સાથે જીવે છે
આજે વિશ્ર્વમાં 37.1 મિલિયન લોકો એચઆઈવી સાથે જીવે છે. ગત 2020માં કોરોના મહામારી વચ્ચે પણ 1.5 મિલિયન નવા વાહકો ઉમેરાયા હતા. વિશ્ર્વભરમાં 6,80,000 લોકોના મૃત્યુ એઈડસને કારણે થયા છે. હજી આપણે 27.5 મિલિયન વાહકોને જ જીવન રક્ષક દવા પહોચાડી શકયા છીએ. 14 વર્ષની નીચેના 1.7 મિલિયન બાળકો એચ.આઈ.વી.ના વાહકો છે. વુમન એન્ડ ગર્લની 53 ટકાવારી છે. 2020ના અંત સુધી આપણે હજી 73 ટકાને જીવન રક્ષક (અછટ) દવા પહોચાડી શકયા છીએ.
વિશેષ માહિતી માટે હેલ્પલાઈન 9825078000