અબતક, રાજકોટ
જસદણ જિલ્લાના દહીસરા ગામે ત્રણ માસ પહેલા પ્રજાપતિ યુવાનની પૈસા પડાવવા દારૂની પાર્ટી કરી ચિકકાર દારૂ પીવડાવ્યા બાદ માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંંકી હત્યા કરી લાશ કુવામાં દેવાની ઘટના પરથી ફોરેન્સીક પોસ્ટમોર્ટમે ભેદ ખોલી નાખતા પોલીસે ખુનનો ગુનો નોંધી આરોપી મિત્રની ધરપકડ કરી હતી.
આ ઘટના અંગેની જાણવા મળતી વિગત મુજબ જસદણના દહીસરા ગામે રહેતા અને ખેતી કરતા રપજીત ઉર્ફે ભોલો ભુપત મંડલી (ઉ.વ.31) નામના પ્રજાપતિ યુવાનની ગત તા. 27-6-21 ના સાંજે દહીસરા ગામે આવેલી તેની સંયુકત માલીકીની વાડીના કુવામાંથી લાશ મળી આવી હતી. યુવાનનને માથામાં ગંભીર ઇજા હોય બનાવ અકસ્માતનો છે કે આપઘાતનો તે નકકી થતું ન હોય પોલીસે એડી નોંધી રણજીતના મૃતદેહને રાજકોટ ફોરેન્સીક પોષ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો.
જસદણના દહીંસરા ગામે ત્રણ માસ પહેલા યુવાનની થયેલી હત્યાનો ભેદ ખુલ્યો: પિતરાઇની ધરપકડ
આ ઘટના અંગે મૃતક યુવાનના પિતા ભુપતભાઇએ પોતાના પુત્રની હત્યાનો આક્ષેપ કર્યો હતો. જયારે વાડીમાંથી વિદેશીદારૂની બોટલ ખાલી ગ્લાસ અને બાયટીંગ મળી આવ્યું હતું જે મુદ્ો શંકાસ્પદ જણાતા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી દરમિયાન મૃતક યુવાનના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથામાં બોથડ પદાર્થથી ગંભીર ઇજા થવાથી મોત થયું હોવાનું જણાવ્યું હતું.
પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ પોલીસે શંકાના દાયરામાં રહેલા પિતરાઇ ભાઇ જગદીશ ઉર્ફે ટકો અરવિંદ મંડલીની અટકાયત કરી સઘન પુછપરછ કરતા આરોપી ભાંગી પડયો હતો અને રણજીતના પૈસા હડપ કરવા માટે દારૂની પાર્ટી આપી ચિકકાર દારૂ પીવડાવ્યા બાદ હત્યા કરી લાશ કુવામાં ફેંકી દીધી હોવાની કબુલાત આપી હતી.
પોલીસની તપાસમાં આરોપી જયદીપ પર લાખો રૂપિયાનું દેવું હોય જે ભરપાઇ કરવા માટે પિતરાઇ રણજીતને ફસાવી મારી પાસે તાંત્રીક વિધીથી પૈસા ડબલ કરવાની યોજના છે. તેમ જણાવી 10 લાખ રોકડા અને રર તોલા સોનાના દાગીના લઇ વાડીમાં દાટી દીધા હતા અને થોડા સમયમાં પૈસા દાગીના ડબલ થઇ જશે તેમ જણાવ્યું હતું.
જે દિવસે પૈસા ડબલ થવાના હતા તે દિવસે રણજીત વાડીએ ગયો ત્યારે આરોપીએ દારૂની પાર્ટી આપી રણજીતની હત્યા કરી નાખી હતી આ ઘટના અંગે પેરોલ ફર્લો સ્કવોડના પી.એસ.આઇ. વી.એમ. કલોદત્રએ હત્યાનો ભેટ ઉકેલી નાખી આરોપીની ધરપકડ કરી હતી.