કોરોના કાળ બાદ હવે દેશમાં અર્થતંત્રની ગાડી પાટે ચડી પુરઝડપે દોડવા લાગી છે. જેની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે. છેલ્લા ઘણા સમયથી માર્કેટમાં ચાલી આવતી વણથંભી તેજી દિન-પ્રતિદિન સતત વેગવંતી બની રહી છે. સેન્સેક્સ અને નિફટી રોજ નવા શિખરો સર કરી રહ્યાં છે. ત્યારે NDTV ના શેર સોમવારે 10 ટકા ઉછળીને ટ્રેડિંગ રેન્જ સુધી પહોંચ્યો હતો. BSE પર કંપનીના શેર 9.94 ટકા વધીને 79.65 અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 9.99 ટકા વધીને 79.85ની સીમા પર પહોંચી ગયા હતા.
જો કે એનડીટીવીના શેર કિમંત વધવા પાછળ અર્થતંત્ર કે શેર માર્કેટ નહીં પણ બજારમાં વહેતી થયેલી અફવાઑ જવાબદાર છે. એવી અફવા ફેલાવવામાં આવી હતી કે અદાણી ગ્રૂપ NDTV કંપનીનો હિસ્સો ખરીદવાનું છે. નિયંત્રિત ભાગ ખરીદી એનડીટીવીનો માલિકી હક્ક લઈ શકે છે. આ સમાચારને કારણે એનડીટીવીના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. જો કે, બાદમાં એનડીટીવીએ તેને અફવા ગણાવી હતી.
BSE દ્વારા નવી દિલ્હી ટેલીવિઝન લિમિટેડ- NDTV પાસેથી સપષ્ટતા માંગવામાં આવી કે તે જવાબ રજૂ કરે અદાણી ગ્રુપ કંપનીમાં હિસ્સો ખરીદવાની છે કે નહીં..? કંપનીએ તેની સ્પષ્ટતામાં કહ્યું, “… નવી દિલ્હી ટેલીવિઝન લિમિટેડના સ્થાપક-પ્રમોટરો અને પત્રકારોને જણાવ્યુ કે હાલમાં NDTVમાં માલિકીમાં ફેરફાર અથવા હિસ્સાના વેચાણ અંગે કોઈ પણ સંસ્થા સાથે વાતચીત કરી નથી. આ અહેવાલો ખોટા છે