આગામી નાણાંકીય વર્ષ 2022-23નું કેન્દ્રીય બજેટ કેવું હશે..? શું આ વખતે પણ બજેટ રાજકોષીય ખાદ્ય આધારિત હશે..? આ બધા પ્રશ્નોનો જવાબ તો આગામી ફેબ્રુઆરી માસમાં બજેટ રજૂ થતી વખતે જ મળે પણ આ માટેની કસરતો નાણાં મંત્રાલયે શરૂ કરી દીધી છે. કેન્દ્રીય બજેટની પ્રક્રિયા આગામી 12મી ઓક્ટોબરથી આરંભી દેવાશે તેમ મંત્રાલયે જણાવ્યું છે. જો કે આગામી વર્ષ માટેનું આ બજેટ માંગ નિર્માણ, રોજગાર સર્જન અને અર્થવ્યવસ્થાને 8 ટકાનો વૃદ્ધિદર અપાવવા મુદ્દે કેન્દ્રિત હશે.
ઉલ્લેખનીય છે કે મોદી 2.0 સરકાર અને નાણામંત્રી નિર્મલા સીતારામનનું ચોથું બજેટ હશે. પ્રી બજેટ (પૂર્વ-બજેટ ધારણાઓ) મીટિંગ્સ 12 ઓક્ટોબર, 2020થી શરૂ થશે. બજેટ પરિપત્ર (2022-23) 16 સપ્ટેમ્બર, 2021ના રોજ આર્થિક બાબતોના વિભાગના બજેટ વિભાગના પરિપત્રમાં ઉમેરવામાં આવ્યું છે કે, તમામ નાણાકીય સલાહકારોએ ખાતરી કરવી જોઈએ કે પરિષદ I થી VII માં સમાવિષ્ટ આ બેઠકો સંબંધિત જરૂરી વિગતો UBIS (યુનિયન બજેટ ઇન્ફર્મેશન સિસ્ટમ)ના RE મોડ્યુલમાં દાખલ કરવામાં આવી છે. તમામ સચિવો અને નાણાકીય સલાહકારો સાથે ચર્ચા પૂર્ણ કર્યા બાદ 2022-23 માટે બજેટ અંદાજ (BE) ને કામચલાઉ રૂપે અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.