નવરાત્રીને હવે માત્ર ગણતરીનાં જ દિવસો રહ્યા છે. ત્યારે બહેનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં મહાનગરપાલીકા દ્વારા રેષકોર્ષ ખાતે સખી મંડળના બહેનો દ્વારા નવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનેકવિધ સખી મંડળોએ ઉત્સાહ ભેર ભાગ લીધો છે. અને પોતે જાતે જ બનાવેલી નવરાત્રીને લગતી વસ્તુઓ બજારમાં મૂકી છે.
આ આયોજનમાં બહેનો પોતાનું ગુજરાન ચલાવી પગભર થઈ શકે તેવા ઉમદા હેતુથી તા.૯ થી તા.૧૩ સુધી પાંચ દિવસીય નવરાત્રી મેળો યોજાનાર છે. આ મેળામાં વિવિધ જાતના આર્નામેન્ટસ, હાથ બનાવટની આઈટમો, ચણીયાચોલી, માતાજીના ગરબા, ડાંડીયા જેવી અવનવી વેરાયટીની વસ્તુઓ જોવા મળી છે. આ ઉપરાંત મેળાને માણવા આવી રહેલા લોકો માટે સખી મંડળની બહેનોએ ખાણીપીણીની પણ વ્યવસ્થા કરી છે. આ સમગ્ર આયોજન શિશુ કલ્યાણ અને ગ્રાન્ટ સમિતિના ચેરમેન શ્રીમતી જાગૃતીબેન ઘાડીયાના અધ્યક્ષતામાં કરવામાં આવ્યું છે. તેમજ આ નવરાત્રી મેળામાં ૧૦૯ જેટલા સખી મંડળ સ્ટોલો આવેલા છે.
આ તકે મેળો મ્હાલવા આવનાર સખી મંડળના સભ્ય જયોતીબેન દેસાઈએ જણાવ્યું હતુ કે નવરાત્રીનાં ઉત્સાહને લઈ તેઓએ હાર, ધૂપ, અગરબતી, બનાવી છે અને લોકોએ તેમના આ પ્રયાસને વધાવ્યો છે.
તેમજ ‚પાલી સખી મંડળના સભ્ય શિતલબેન સંચાણીયા છેલ્લા ૧ વર્ષથી સખી મંડળ સાથે જોડાયેલા છે અને તેઓએ આ મેળામાં નવરાત્રીનાં ધરેણા, ચણીયાચોળી બનાવી વેચાણ માટે મૂકયા છે. તેમજ શિતલબેનના જણાવ્યા મુજબ સરકાર તેમને સહાય આપે છે.
રિધ્ધિ સિધ્ધિ સખી મંડળના જીતા સિધ્ધપુરા છેલ્લા ત્રણ-ચાર મહિનાથી આ મંડળ સાથે જોડાયેલા છે. તેમજ સરકારની મદદ વડે આ મેળામાં તેઓએ હેન્ડીક્રાફટ અને છાબ ડેકોરેશનની વસ્તુઓ વેચવા માટે મૂકી છે.
તેમજ ‚હી સખી મંડળના સભ્ય ભાવનાબેન ટાંકે પ્રથમ વખત ખાણી પીણીના સ્ટોલમાં ભાગ લીધો છે. લોકોનો પ્રતિસાદ પણ સારો મળી રહ્યો છે.
આ મેળામાં જેવુબેન પતારીએ ક્રિશ્ર્ના કેઝીઅર સખી મંડળમાં ૯૦ બહેનો વચ્ચે ૧૦,૦૦૦ રૂ.ના પ્રોત્સાહનથી ભાગ લીધો છે. તેમણે આસ્ટોલમાં ડ્રેસ, કુરતીનું વેચાણ કર્યું છે.
ઉર્મિલાબેન વસંતભાઈ ડોબરીયાએ મેળા વિશે જણાવતા કહ્યું હતુ કે તેમણે વ્યાજબી ભાવે સારી કવોલીટીની વસ્તુઓ મળે છે. અને આવા કાર્યક્રમો સરકાર કરતા રહે તેવી ઈચ્છા દર્શાવી હતી.