કોરોના જેવી મહામારીમાંથી પસાર થયેલાં સમાજમાં આરોગ્યની જાળવણી અને સ્વાસ્થ્યનું તકેદારીનું પ્રમાણ વધ્યું છે ત્યારે ચોમાસાના વાતાવરણમાં રોગચાળાનો ઉપદ્રવ સામાન્ય પરંપરા બની રહેતી હોય. દર વર્ષે શ્રાવણના ઉત્તરાર્ધ અને ભાદરવાના પ્રારંભમાં રોગચાળાનો વાયરો આવે જ છે અને ઘેરઘેર માંદગીના ખાટલા મંડાય છે અને આથી જ ચોમાસાની ઋતુને વૈદ વટાવની સિઝન પણ કહેવાય છે. અત્યારે લગભગ મોટાભાગના વિસ્તારોમાં શરદી, તાવ, ઉધરસના વાયરાનો માહોલ પ્રર્વતી રહ્યો છે
ત્યારે મૌસમી રોગચાળાની હડફેટે આવતા લોકોથી સરકારી અને ખાનગી દવાખાનાની પ્રેક્ટીસ પુર બહારમાં ખીલી ઉઠી છે ત્યારે કોરોના જેવી મહાભયંકર બિમારીના અનુભવથી બહાર આવેલો સમાજ ચોમાસાની આ રાબેતા મુજબની આ બિમારીએ પણ ચિંતામાં મૂકી દીધા હોય તે સ્વાભાવિક છે પરંતુ શ્રાવણ-ભાદરવાનો આ રોગચાળો ચિંતા કરવાથી નહીં પરંતુ સાવચેતીથી ઘરગથ્થુ ઉપાય દ્વારા નિવારી શકાય છે.
ચોમાસામાં કફ, વાયુ અને પિત્ત આધારિત સમસ્યાથી તાવ, શરદી, ઉધરસ, પેટનો દુ:ખાવો, શરીરમાં કળતર, આંખોની બળતરા, પગ-માથા અને સાંધાના દુ:ખાવાની સમસ્યા એક સમાજ ઉભી થાય છે ત્યારે તંદુરસ્ત શરીર અને નિરામય જીવનશૈલીમાં ક્યારેક ક્યારેક કુદરતી રીતે બિમારી પડીને શરીર રીફ્રેશ થવાની એક કુદરતી સાયકલ મુજબ વર્ષમાં એકવાર શરદી કે તાવ તંદુરસ્તીની નિશાની માનવામાં આવે છે.
સામાન્ય રીતે વાયુ, કફ અને પિત્તના રોગોને દૂર કરવા માટે ઘરગથ્થુ ઉપાયમાં આદુ, હળદર, ગરમ મસાલા અને શરદી ન થાય તેવી જીવનશૈલીને અક્સીર માનવામાં આવે છે. ચોમાસાના આ સમયગાળામાં વધતાં જતાં દર્દીઓની સંખ્યાને મોટો રોગચાળો ગણવાના બદલે ઘરગથ્થુ ઉપચાર અને ખાસ કરીને સ્વચ્છતાના પ્રયોગોથી ચોમાસાનો આ રોગચાળો નાથી શકાય. ખાવા-પીવામાં આહાર પરિવર્તન, શરીરમાં પિત્ત ઓછું થાય તેવા ખોરાક અને પરંપરાગત જીવનશૈલીમાં જાગૃતિ દાખવવાથી ચોમાસાનો આ રોગચાળો કાબૂમાં આવી શકે.
તાવ અને શરદી શરીર માટે રોગ ગણવામાં આવે છે પરંતુ ફેક્સાનું યોગ્ય સંચાલન અને તંદુરસ્ત કાર્ય માટે શરીરમાં મહંદઅંશે થોડી શરદી અનિવાર્ય ગણાય છે. ચોમાસાની આ ઋતુનો રોગચાળો શરીરને કાયાકલ્પ કરવા માટે કુદરતી પ્રક્રિયા છે તેનાથી ગભરાવવાની જરૂર નથી.