નવ દિવસ નવલું આયોજન: ૪૦,૦૦૦ વારનું વિશાળ ગ્રાઉન્ડ ૧,૨૫,૦૦૦ વોટની શાનદાર સાઉન્ડ સીસ્ટમ: ગૌરવ દવે, મયુરી પાટડીયા, વિશાલ પંચાલ તથા રોકી શેખનાસુરો પર ખેલૈયાઓ ઝુમી ઉઠશે: આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત
જૈન ધર્મના તમામ ફિરકાના ભાઇ-બહેનો માટે ટીમ જૈનમ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવનો પ્રથમ વર્ષે બહોળો પ્રતિસાદ મળ્યો હતો. માટે આ વર્ષે પણ ફરી એક વખત નવરાત્રી મહોત્સવનું શાનદાર આયોજન તા. ૨૧ થી ૨૯ જૈનમ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
આ અંગે માહિતગાર કરવા આયોજકોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત કરી હતી.માં આદ્યશકિતની આરાધનાના પર્વ નવરાત્રીના પવિત્ર દિવસોમાં રાજકોટની દરેક જૈન સંસ્થાઓના સંપૂર્ણ સહયોગથી આગામી તા. ર૧ થી ર૯ સપ્ટેમ્બર ૯ દિવસ માટે જૈનમ નવરાત્રી મહોત્સવનું સુંદર અને બેનમૂન આયોજન કરવામાં આવ્યું છે.
કોઇપણ પ્રકારના કોમર્શિયલ હેતુ વગર આ આયોજન કરવામાં આવશે. આ આયોજન ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર પારીજાતી પાર્ટી પ્લોટના ૪૦,૦૦૦ વારના વિશાળ ગ્રાઉન્ડમાં યોજાનાર છે. જેગ્રાઉન્ડ દાતા ચંદ્રકાન્ત શેઠે વિનામૂલ્યે વાપરવા માટે આપ્યું છે. ૩૫૦૦ થી વધુ ખેલૈયાઓ તેમાં રમવા આવશે. જૈન ફુડની ખાસ વ્યવસ્થા કરાઇ છે તથા તમામ ધર્મના લોકો દ્વારા આરતી કરાવવામાં આવશે.
આ નવરાત્રી મહોત્સવમાં સુપ્રસિઘ્ધ સંગીતકાર પંકજ ભટ્ટ તથા તેમના સાજીંદાઓ ફરી એકવાર જૈન સમજના ખેલૈયાઓને ડોલાવશે. આ નવરાત્રી મહોત્સવમાં ગોરલ દવે (મુંબઇ), મયુરી પાટલીયા (બરોડા), વિશાલ પંચાલ (અમદાવાદ), રોકી શૈખ (બરોડા) સુરોના કામણ પાથરશે. દરેક ક્ષેત્રના અગ્રણીઓને ખાસ આમંત્રિત કરાશે. તેમજ મુખ્યમંત્રી પણ સપરિવાર એક દિવ ખાસ ઉ૫સ્થિત રહેશે.
ટીમ જૈનમ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવને અત્યાર સુધીમાં જૈન સમાજના ૩૦૦૦ થી વધુ ખેલૈયાઓનો પ્રતિસાદ સાંપડયો છે અને હજુ પણ બુકીંગ અવિરત ચાલુ છે. જે લોકો હજુ બુકીંગ કરાવવા ઇચ્છતા હોય તેમણે જૈનમના કાર્યાલય ડોકટર પ્લાઝા જયુબેલી બાગ સામે સંપર્ક કરવા અનુરોધ છે.
આ મહોત્સવ માટે શુભેચ્છા મુલાકાત લેવા કમલેશભાઇ શાહ, નિલેષભાઇ શાહ, અમિષભાઇ શાહ, મેહુલભાઇ શાહ, ચિરાગભાઇ દોશી, રાકેશભાઇ શાહ, ઋષતીભાઇ શેઠ, બ્રિજેશભાઇ મહેતા, ધર્મેશભાઇ શાહ વગેરે ઉ૫સ્થિત રહ્યા હતા.
આ નવરાત્રી મહોત્સવમાં જે ફંડ બચશે તેનો સદુપયોગ સમાજના ભાઇ-બહેનો હિત માટે કરવામાં આવશે. ગત વર્ષે વધેલા નાણાનો ઉપયોગ ધો.૧૦ થી કોલેજ સુધીના છાત્રોન સ્કોલપશીણ આપવા માટે થયો હતો.આ મહોત્સવના અંગે માહીતી મેળવવા માટે મો. નં. ૯૮૨૫૨ ૯૦૬૨૫ પર સંપર્ક કરી શકો છો