તલંગણા, ઇશરા, કુંઢેચ, મજેઠી, સમઢિયાળા અને ઉપલેટાની સીમ જમીન માટે ભદ્રેશ્ર્વર ચેકડેમ આશીર્વાદ સમાન
ભારે વરસાદને કારણે આ ચેકડેમમાં મોટુ ગાબડુ પડી જતાં કરોડોના ખર્ચે બનેલ ચેકડેમને મોટું નુકશાન
ઉપલેટા તાલુકાના ઇશરા, સમઢીયાળા, કુંઢેચ મજેઠીમાં સમઢીયાળાની હજારો વિધાને પાણી પુરુ પાડતા ભદ્રેશ્ર્વર ચેકડેમમાં મોટું ગાબડુ પડી જવાથી ભારે નુકશાન થયું હતું. ખેડુતો એ સરકારની સહાયની રાહ જોયા વગર અપના હાથ જગન્નનાથ ની જેમ સ્વખર્ચે પ0 જેટલા ખેડુતોએ જાતે મહેનત કરી કામ ચાલુ કરી દીધું હતું.
ભાદર, વેણુ અને મોજ નદીમાં ભારે પાણીના પ્રવાહને કારણે ઇશરા ગામ પાસે આશરે પાંચ કરોડ રૂપિયાના ખર્ચે બનેલ ભદેશ્ર્વર ચેક ડેમમાં મોટું ગાબડુ પડી જતાં આ ચેક ડેમમાંથી ઉપલેટાની ભાદર કાંઠા વિસ્તારની સીમ જમીન તેમજ તલંગણા, ઇશરા, કુંઢેચ, મજેઠી અને સમઢીયાળાની હજારો વિઘા જમીનમાં શિયાળુ પીટ માટે આશીર્વાદ સમાન છે. ભદ્રેશ્ર્વર ચેક ડેમમાં મોટું ગાબડુ પડવાથી શિયાળુ પીટ માટે આ ચેક ડેમ તાત્કાલીક ધોરણે રીપેર કરવો.
ફરજીયાત બનતા ખેડુતોએ સરકારની સહાયની રાહ જોયા વગર અપના હાથ જગન્નાથ ગણી પ0 જેટલા ખેડુતોએ પોતે જાતે સ્વખર્ચે ખેડુત હિત રક્ષક સમિતીના પ્રમુખ દાનભાઇ ચંદ્રવાડીયા, નાથાભાઇ ગંભીર, ઉકાભાઇ ચંદ્રવાડીયા, ગોવિંદભાઇ ભીંભા, ગોરધનભાઇ પટેલ સહીતના પ0 થી વધુ ખેડુતો પોતાના પરિવાર સાથે જાત મહેનત કરી ભદ્રેશ્ર્વર ચેક ડેમનું રીપેરીંગ કામ ચાલુ કરી દીધું હતું.