મુંબઈથી નાગપુરનું સાતસો કિલોમીટરનું અંતર ઘટાડતી
2.745 કરોડનો પ્રોજેક્ટ બે વર્ષમાં પૂરો કરી ભારતના ઈજનેરોએ ઝડપી કામનો સર્જ્યો રેકોર્ડ
ભારતને વિશ્વની આર્થિક મહાસત્તા બનાવવાનું અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે દેશના વિકાસ માટે જરૂરી પરિવહન સુવિધા સુદ્રઢ હોવી જોઇએ. સારા રસ્તા અને ઓછા સમયે વધુ અંતર કાપવું અનિવાર્ય છે ત્યારે મહારાષ્ટ્રના કેશરઘાટ, ઇગતપુર નજીક નાશિક હાઇવેને જોડતી એક ટ્વીન ટનલનું કામ બે વર્ષના ટૂંકા સમયમાં પુરૂં કરીને 15,00 ઇજનેરોએ બાંધકામ વિશ્વમાં ઇતિહાસ રચ્યો છે.
દેશની ચોથા નંબરની લાંબી અને સૌથી પહોળી ઇગતપુર ટનલ 8 કિલોમીટર લાંબી અને 17.5 મીટર પહોળી બનાવાય છે. આ ટ્વીન ટનલ 7,00 કિલોમીટરના મુંબઇ, નાગપુર સુપર એક્સપ્રેસ હાઇવે વચ્ચે બે શહેરોનું 14-15 કલાકનું અંતર માત્ર 8 થી 9 કલાકમાં કાપવા નિમિત બનશે. આ રૂટ ઉપર ઝડપી ટ્રેન પણ 11 કલાકનો સમય લે છે. 2,745 કરોડના આ પ્રોજેક્ટ દ્વારા નાશિકના તરંગપાળા અને વિશાલા ગામોને જોડીને 35 મિનિટનું અંતર 5 મિનિટમાં કાપવાનું નિમિત બનશે. બાંધકામ વિશ્વમાં ક્યારેય આટલી પહોળી અને 8 કિલોમીટર લાંબી ટનલનું કામ બે વર્ષમાં પુરૂ થયું નથી.
પી.ડબલ્યૂ.ડી.ના સચિવ અનિલ કુમાર ગાયકવાડ દ્વારા રસ્તા, ઇજનેરી, વિદ્યુત અને પ્લબીંગ કામોનો સંકલન કરી ઇતિહાસ સર્જ્યો છે. આ ટનલમાં 120 કિલોમીટરની ઝડપે વાહન ચાલી શકશે. પહાડોને ચીરી બનાવાયેલી આ ટનલો ઇજનેરી કૌશલ્યનો અદ્ભૂત નમૂનો અને મહારાષ્ટ્રનું ગૌરવ બનશે.