નોએડામાં નિયમ લાગુ: રૂ. 1000 ચૂકવીને પેટનું રજિસ્ટ્રેશન થશે અને એક વર્ષ સુધી પેટ રાખવાનું લાયસન્સ મળશે
પેટ્સ રાખવાનો શોખ ધરાવતા લોકો ઘરમાં ડોગી અથવા તો બિલાડીને રાખતા હોય છે. આવા એનિમલ લવર્સ પોતાના પેટ્સને પરિવારના સભ્યોની જેમ રાખતા હોય છે અને તેમની ખૂબ જ કેર કરતા હોય છે. પણ હવે સરકારના નિયમ મુજબ તેનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. પણ આ નિયમ હાલમાં ફક્ત નોએડા પૂરતો જ લાગુ કરવામાં આવ્યો છે. એટલે કે જો તમે નોએડામાં રહો છો અને તમારી પાસે પેટ છે તો તમારે તેની નોંધણી કરાવવી પડશે.
આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે નોએડા પ્રાધિકરણે એક એપ પણ લોન્ચ કરી છે જેનું નામ નોએડા પેટ રજીસ્ટ્રેનશન એપ છે. આ એપના માધ્યનથી ઓનરે પોતાના પેટનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જોકે એપના માધ્યથી તે ઘર બેઠા સરળતાથી થઇ શક્શે. આ એપ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. જોકે હજી આ એપ પર કામ ચાલી રહ્યુ છે. પ્રશાસનનું કહેવુ છે કે આ એપ જલ્દીથી જ લોકોની સેવા માટે ચાલુ કરી દેવામાં આવશે.
એપમાં પેટનું રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ એપ પર જ લેટર અને તેને પાળવા માટેની જાણકારી મળી જશે. રજીસ્ટ્રેશન માટે 1000 રૂપિયા ખર્ચવાના રહેશે જેના બદલામાં એક વર્ષ માટેનું લાયસન્સ મળશે. પેટ માલિકોએ દર વર્ષે આ રજીસ્ટ્રેશન રિન્યૂ કરવાવાનું રહેશે. આ એપમાં તેમણે પોતાના પેટનો ફોટો પણ અપલોડ કરવાનો રહેશે. ન્યૂ રજીસ્ટ્રેશન પર ક્લિક કરીને તમામ માહિતીઓ એન્ટર કર્યા બાદ તમારે ફી જમા કરાવવાની રહેશે.
ઘણી વાર એવું બનતુ હોય કે પડોશીઓને આપણા પેટને કારણે પરેશાની થઇ રહી હોય છે. તેવામાં જો કોઇ પાડોશી દ્વારા પેટ્સની કોઇ ફરિયાદ કરવામાં આવશે તો માલિકે દંડ પણ ભરવો પડશે. નોએડા પ્રાધિકરણ પેટ લવર્સ માટે સેક્ટર 137 માં ડોગ પાર્ક બનાવવા પણ જઇ રહ્યા છે. આ માટે થોડા દિવસો પહેલા 2 કરોડ 65 લાખ રૂપિયાનું ટેન્ડર પણ પાસ કરાવવામાં આવ્યુ છે.