રસ્તામાં મળેલા સીમ કાર્ડના નંબર પર વોટસેઅપ એકાઉન્ટ ખોલી સ્વાતિ પાર્કના શખ્સે આચર્યુ કૃત્યુ
રાજકોટમાં સ્વાતિ પાર્કમાં રહેતા શખ્સે તેના મિત્રના વાયદતાને રસ્તા પર મળેલા સીમ કાર્ડના નંબર પરથી વોટસએપ પર ‘હેલ્લો માર સ્પામાં નોકરી કરવી છે? ’ રોજના રૂ. સાત હજાર આપીશ તેવો મેસેજ કરતાં યુવતિએ તે મેસેજ પસંદ ન આપતા તેને યુવાનને આકરો જવાબ આપ્યો હતો જેથી શખ્સે ઉશ્કેરાઇને વોટસએપ મારફત એકાઉન્ટ બનાવી યુવતિને બિભત્સ મેસેજ અને ફોટો મોકલતા યુવતિએ સાયબર ક્રાઇમમાં ફરીયાદ કરતા પોલીસે શખ્સને ઝડપી પાડયો છે.
આ અંગે ભોગ બનનાર યુવતિએ ફરીયાદમાં જણાવ્યા મુજબ ગઇ તા.૬ ના ને પોતાની ઓફીસે હતી તે વેળાએ તેને એક અજાણ્યા વોટસએપ નંબર પરથી મેસેજ આવ્યો હતો. જેમાં કોણ બોય કે ગર્લ? મારૂ રાજકોટમાં સ્પા છે તમારે મારા સ્પામાં જોબ કરવી છે? રોજના સાત હજાર આપીશ જેથી યુવતિને તે પસંદ ન આવતા તેને શખ્સને આકરો જવાબ આપ્યો હતો જેથી નરાધમે ઉશ્કેરાઇને યુવતિને બિભત્સ ફોટો અને મેસેજ મોકલયા હતા.
જેથી યુવતિએ તેના પરિવાર અને તેના મંગેતરને આ વાતની જાણ કરી હતી બાદ તેમણે સાયરબ ક્રાઇમમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ કરતાં શખ્સનું નામ સાવન રમેશ સોલંકી હોવાનું અને સ્વાતિ પાર્કમાં રહેતા હોવાનું જણાતા તેની ધરપકડ કરી હતી બાદ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે સાવન ભોગ બનનાર યુવતિની ફેન્ડનો ફેન્ડ છે અને અગાઉ ચાર વર્ષ પૂર્વ ઇન્સ્યોરન્સ બાબતે યુવતિ સાથે વાતચીત થઇ હતી જેથી જેના પાસે તેનો નંબર હતો બાદ તેને રસ્તા પર મળેલા સીમ કાર્ડના વોટસએપ એકાઉન્ટ પરથી આ કૃત્યુ આચર્યુ હતું.