હિતેશ રાવલ, સાબરકાંઠા:
સાબરકાંઠાના ઈડર તાલુકાના લાલપુર પંચાયતનું ગૌચર ખોટા ઠરાવો કરી વન વિભાગને વનીકરણ માટે આપી દેવાની વિગતો બહાર આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. જેને લઈ આજરોજ ઈડર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
ઈડર તાલુકાના લાલપુર પંચાયતના સરપંચ અભણ હોવાને કારણે તેમની અજ્ઞાનતાનો લાભ ઉઠાવી તેમની જાણ બહાર મોહન પુરા પંચાયતનું વિભાજન કરી દેવાનો આક્ષેપ થતાં ચકચાર મચી ગઈ છે. સરપંચના 5 વર્ષના સમય દરમિયાન તેમની જાણ બહાર તેમના લેટર પેડનો ખોટો દૂર ઉપયોગ કરી સદસ્યોની ખોટી સહીઓ કરી ગેરરીતિ આચારવામાં આવી છે તેવો આવેદનપત્રમાં આક્ષેપ કારવામાં આવ્યો છે.
સરપંચ ઉપરાંત સમગ્ર સભ્યોની જાણ બહાર વનીકરણના નામ ઉપર ગૌચર જમીન વન વિભાગને આપી દેવામાં આવી છે તેમ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ઉપર પણ આક્ષેપ કારવામો આવ્યો છે. આયોજનની ગ્રાન્ટ પણ બારોબર થઈ હોય તેવો આવેદનપત્રમાં આક્ષેપ મૂકવામાં આવ્યો છે. જેને લઇ આજે મોહનપુરા ગંભીરપુરા અને ખુશકી ગામના લોકોએ ઇડર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી તપાસની માંગ કરી છે.
આ આક્ષેપ ને લઈ લાલપુર પંચાયતના પૂર્વ સરપંચ અને ડેપ્યુટીને પૂછતા તેમણે જણાવ્યું છે કે અત્યારે વનીકરણ કરવું ખૂબ જરૂરી છે. આ જમીન કોઈ વ્યક્તિને આપવામાં નથી. વૃક્ષો વાવવા માટે ઠરાવ કરી વન વિભાગને વનીકરણ માટે આપવામાં આવી છે માટે આક્ષેપોમાં કોઈ તથ્ય નથી. નાણાં પંચની ગ્રાન્ટ હોય કે આયોજન ન ગ્રાન્ટ હોય સર્વ સમતીથી કામ કારવામાં આવ્યા છે. જો કે સાચી હકીકત તો હવે તાપસ પછી જ બહાર આવશે..!!