પ્રધાનમંત્રી મોદીએ આજે સરદાર ધામનું ઈ-લોકાર્પણ કર્યું છે. આ સાથે જ સરદાર ધામના ફેઝ-૨નું ખાતમુર્હૂત પણ કર્યું. અમદાવાદમાં ૨૦૦ કરોડ રૂ પિયાના ખર્ચે તૈયાર થયેલા સરદાર ધામના લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂ પાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા તથા કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂ પાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદીએ નકેમ છો બધા, વરસાદ-પાણી કેમ છે…થ પૂછીને સંબોધન શરૂ  કર્યુ હતું. તેમણે કહ્યું કે, આજે સમગ્ર દેશ ગણેશ ઉત્સવ ઉજવી રહ્યો છે. તમને બધાને આ ઉત્સવના અભિનંદન. આજે ઋષિપંચમી પણ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતે નિર્મિત સરદારધામનું
ઈ-લોકાર્પણ કર્યું, સાથે ફેઝ-૨નું ખાતમુર્હૂત પણ કરાયું

ભારત ઋષિ પરંપરાનો દેશ છે. તેમનાથી આપણી ઓળખ થઈ છે. આપણે તે વારસાને આગળ ધપાવીએ. આજે મારા તરફથી તમામ નાગરિકોને મિચ્છામી દુક્કડમ. સરદાર પટેલના ચરણોમાં વંદન, સરદારધામના ટ્રસ્ટીઓને અભિનંદન. તેમના પ્રયાસોથી સરદાર ધામ આકાર પામ્યું અને ફેઝ ટુ નો પાયો નંખાયો. સરદારધામ અનેક યુવાઓને સશક્ત કરશે. પાટીદાર સમાજના યુવકો સાથે ગરીબ અને મહિલાઓના સશક્તિકરણ પર તમે ભાર મૂક્યો તે સરાહનીય છે. સરદાર ધામ આવનારી પેઢીને સરદાર સાહેબના જીવનના આદર્શ પર જીવવા પ્રેરણા આપશે. તેમણે કહ્યું કે, સરદારધામના ઉદઘાટનની તારીખ બહુ જ નોંધનીય છે. આજે ૯/૧૧ છે, આ દિવસે આપણને ધણુ બધુ આપ્યું છે. જે દિવસે માનવતા પર હુમલો થયો હતો. આ જ દિવસે શિકાગોમાં ધર્મસંસદનું આયોજન થયુ હતું. આજના જ દિવસે સ્વામી વિવેકાનંદે પરિષદમાં ભારતીય મૂલ્યોનું મહત્વ દુનિયાને સમજાવ્યુ હતું. આજના દિવસે આ ભારતના મહાનવીર સુબ્રમણ્યમ ભારતીની ૧૦૦ મી પુણ્યતિથિ પણ છે.

આજના દિવસે એક મહત્વની જાહેરાત પીએમ મોદીએ કરી કે, બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં સુબ્રમણ્યમ ભારતીના નામથી ચેર સ્થાપિત કરાવનુ નક્કી કરાયું છે. તમિલ ભાષા વિશ્વની સૌથી પુરાતન ભાષા છે. તેથી તમિલ સ્ટડી પર સુબ્રણ્યમ ભારતી સ્ટડી બનારસની ફેકલ્ટી ઓફ આર્ટસમાં સ્થાપિત કરાશે. જે રિસર્ચ ફેલો માટે પ્રેરણારૂ પ બની રહેશે. તેઓ હંમેશા ભારતની અને માનવતાની એકતા પર બળ આપતા હતા. આપણે જે પ્રગતિ કરી છે આ સમાજ વચ્ચે કરી છે. તેથી જે આપણને મળ્યુ છે તે માત્ર આપણુ નથી, તે આપણા સમાજનું અને દેશનુ પણ છે.

ગુજરાતની વિકાસયાત્રાને ગ્રોથ એન્જિન આપનારો સમાજ એટલે પાટીદાર સમાજ: મુખ્યમંત્રી

અમદાવાદમાં સરદારધામનું ઈ -લોકાર્પણ વખતે રાજ્યના સીએમ વિજય રૂ પાણીએ જણાવ્યું હતું કે ગુજરાતની વિકાસયાત્રા ગ્રોથ એન્જિન આપનારો સમાજ એટલે પાટીદાર સમાજ. અને તે ભવનના નિર્માણ સમાજમાં અમને જે તક મળી છે. સરદાર વલ્લભભાઈ પટેલના નામ જેમનું નામ જોડાયેલું છે તેવા સરદારધામ બનવા જઈ રહ્યું છે. સરદાર પટેલના ચિંધેલા કામ અને રસ્તાના માર્ગે ભારત આગળ વધી રહ્યું છે. રૂપાણીએ વધુમાં જણાવ્યું કે પીએમ મોદીએ કેવડિયામાં સૌથી ઉંચી પ્રતિમા બનાવીને તેમને સાચી શ્રદ્ધાંજલિ આપી છે.

content image 2ef77207 d19c 48ba 8316 00d501465b0b

ગુજરાતમાં સોળે કળાએ વિકાસ થઈ રહ્યો છે. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનો સંકલ્પ પુરો થાય છે. તમને જણાવી દઈએ કે વૈષ્ણોદેવી સર્કલ પાસેના એસપી રીંગ રોડ પર પાટીદાર સમાજ દ્વારા અંદાજીત ૨૦૦ કરોડના ખર્ચે ૧૧,૬૭૦ સ્ક્વેર મીટરના પ્લોટમાં આશરે ૭ લાખ સ્ક્વેર ફૂટના બાંધકામ સાથે સરદારધામનું નિર્માણ કરવામાં આવ્યું છે. હવે સરદારધામ ફેઝ-૨ અંતર્ગત ૨૦૦ કરોડના ખર્ચે ૨૫૦૦ દીકરીઓ માટે ક્ધયા છાત્રાલય અને

સરદાર ભવન બનાવવામાં આવશે. નવનિર્મિત સરદારધામ ભવનના ઈ-લોકાર્પણ અને ક્ધયા છાત્રાલયનું ઈ-ભૂમિપૂજન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તા.૧૧ના રોજ થશે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયા, મંત્રીમંડળના સભ્યો તેમજ સરદારધામના ભવનદાતાઓ, ભુમિદાતાઓ અને ટ્રસ્ટીઓની સરદારધામ ખાતે ઉપસ્થિતિ રહેશે.

શું છે સરદારધામની વિશેષતાઓ?

૭ લાખ ૧૯ હજાર સ્કેવર ફીટમાં સરદાર ધામ આકાર પામ્યું છે. જેમાં ૠઙજઈ અને ઞઙજઈ કેન્દ્ર ઉપરાંત ડિફેન્સ જ્યુડિશરી, રાજનીતિ તેમજ મીડિયા કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ૯૦૦ વિદ્યાર્થીઓની ક્ષમતાની ઈ-લાઈબ્રેરી બનાવવામાં આવી છે. તથા ૫૦ રૂ મ વિશ્રામગૃહ માટે અનામત રાખવામાં આવ્યા છે. સરદાર ધામમાં ૧૬૦૦ દીકરીઓ માટે રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, તેમજ ૧ હજાર વ્યક્તિની ક્ષમતાના ૨ હોલ પણ તૈયાર કરવામાં આવ્યા છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સુરત, ઉંઝા, બરોડા અને ભાવનગરની સમાજની સંસ્થાઓ સાથે ખઘઞ કરીને ઞઙજઈ અને ૠઙજઈ તાલિમ કેન્દ્રો સરદાર ધામમાં શરૂ  કરવામાં આવ્યા છે.

આ તાલિમ કેન્દ્રનો ૫૦% ખર્ચ જે-તે સંસ્થા દ્વારા તેમજ ૫૦% ખર્ચ સરદારધામ દ્વારા આપવામાં આવે છે. આ તાલિમ કેન્દ્રના પારદર્શક વહિવટ માટે સરકારમાંથી નિવૃત થયેલા સફળ અને યોગ્ય દિશા સૂચન કરી શકે તેવા ઈંઅજ અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. એક સામાન્ય પરિવારનો દીકરો કે દીકરી સ્પર્ધાત્મક પરિક્ષાની પ્રિલીમ પરીક્ષાથી લઈને છેક ઈન્ટર્વ્યૂ સુધી તાલીમ અને માર્ગદર્શન વિનામુલ્યે મેળવી શકે તે પ્રકારે અહીં સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.