અબતક, રાજકોટ
ગણપતિદાદાને દુર્વા અર્પણ કરવાથી જીવનમાં ટાઢક થાય છે ગણપતિદાદા ને વિઘ્નહર્તા કહેવામાં આવે છે પુરાણો પ્રમાણે જોઇએ તો પાર્વતીજીના માનસ પુત્ર ગણપતિદાદાનો જન્મ પાર્વતીજીએ પોતાના શરીરના મેલમાંથી બનાવી પોતાની રક્ષાના ઉદેશથી પાર્વતીજી ગણપતિદાદાને પુત્ર તરીકે રાખે છે . આમ ગણપતિદાદાની જન્મ જ રક્ષાના ઉદેશથી થયેલ છે.એક પૌરાણીક કથા અનુસાર પ્રાચીન કાળમાં અનલાસુર નામનો એક દૈત્ય હતો તેના કોપથી સ્વર્ગ અને ઘરતીના લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા.
આથી ઋષિ મુનીઓ અને ઇન્દ્ર બધા ભેગા મળી અને મહાદેવજીને પ્રાર્થના કરે છે ત્યારે મહાદેવજી કહે છે કે અનલાસુરનો નાશ કેવળ ગણપતિદાદા જ કરી શકે છે . કારણકે અનલાસુરને વરદાન હતું હું કોઇનાથી ના મૃત્યુ પામું જે કોઇ મને ગળી જાય તેનાથી જ મારૂ મૃત્યુ થાય આમ ગણપતિજીનું પેટ બહું મોટું હતું અને દાદા અનલાસુર ને ગળી જાય છે.ત્યારબાદ અનલાસુર ગણપતિદાદાના પેટમાં અગ્નિ ઉત્પન કરે છે.
આનાથી ગણપતિજીને પેટમાં દાહ ઉત્પન્ન થાય છે.ત્યારે લોકોએ અને ઋષિમુનીએ અનેક જાતની ઔષધિ આપે છે પરંતુ અગ્નિ શાંત થતો નથી ત્યારબાદ દાદાને માથે દુર્વા ચડાવામાં આવે છે અને ગણપતિદાદાને શાંતિ મળે છે અને ગણપતિદાદા આર્શીવાદ આપે છે જે લોકો મને દુર્વા ચડાવશે તેઓના જીવનમાં શાંતિ હું આપીશ .
ગણપતિદાદાને ૨૧ દુર્વા મસ્તક પર ચડાવી જોઇએ તથા દૂર્વા ચઢાવતાં સંકટનાશન ગણપતિ સ્તોત્ર અથવા તો ગણપતિ અથર્વશીર્ષ પાઠ કરવા અથવા તેનો આવડે તો ઓમ ગં ગણપતયે નમ: ના જપ કરતાં કરતાં દૂર્વા ચડાવવી ખાસ કરીને ગણપતિદાદાને મંગળવારે દુર્વા ખાસ ચડાવવી ગણપતિ દાદાને લાલ રંગનું ગુલાબ બહુ પ્રિય છે તે પણ અર્પણ કરવું એક વાતનો ખાસ ખ્યાલ રાખો કે ગણપતિદાદાને તુલસી અર્પણ કરવું નહીં તુલસી ગણપતિદાદાને વર્જ્ય છે ગણપતિ દાદાને ગોળ ખાસ અર્પણ કરવો તે ઉપરાંત ગોળના બનેલા મોદક એટલે કે લાડવા પણ અર્પણ કરી શકાય જીવનમાં કોઈ પણ જાતની મુસીબત આવેલ હોય સંકટ આવેલું હોય તો ગણપતિદાદા દૂર કરે છે
સંકલન:- શાસ્ત્રી રાજદીપ જોશી