અબતક, સબનમ ચૌંહાણ, સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં આગ લાગવાના વધતા બનાવના પગલે શહેરી વિસ્તારમાં ફાયર ક્ષજ્ઞભ નાખવાની ઘણા સમય પહેલા હોસ્પિટલો શાળા સંચાલકોને નોટિસ આપવામાં આવી હતી ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગરની અનેક હોસ્પિટલમાં હજુ સુધી ફાયર NOCના કામ પત્યા નથી તો અમુક હોસ્પિટલમાં હજુ સુધી શરૂ પણ થયા નથી જેને લઇને પાલિકાતંત્ર વહેલી સવારથી પોતાના એક્સલ મોડ માં આવ્યું છે.
શહેરની હવેલી રોડ ઉપર આવેલી હોસ્પિટલોમાં ચેકીંગ કામગીરી પાલિકા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી તેવા સુરેન્દ્રનગર નગરપાલિકાના ચીફ ઓફિસર સંજયભાઈ પંડ્યા ના આર ટી અને ફાયર ઓફિસર તેજસભાઈ દેસાઇ તેમજ મુખ્ય અધિકારી અમદાવાદ પ્રાદેશિક જોન રાણાવશિયા ના આદેશ થી સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાની ટીમ દ્વારા ફાયર ક્ષજ્ઞભ અને બીયુ પરમિશન હોસ્પિટલની ચેક કરવામાં આવી હતી.
તેમાં જે હોસ્પિટલો પાસે ફાયર સેફટીની સગવડતાઓ નથી એવી હોસ્પીટલનાં નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા બીજી તરફ બ્લુ પરમિશન પણ ચેક કરવામાં આવી હતી તમામ હોસ્પિટલ પ્લાન્ટ ની વિગતો પણ મેળવવામાં આવી હતી જો યોગ્ય ન હોય તો તે હોસ્પિટલોના પણ નળ કનેક્શન સહિતની સુવિધાઓ કાપી નાખવામાં આવી હતી. વહેલી સવારથી આ કામગીરી પાલિકા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.
એક ખાનગી હોસ્પિટલ કે જે પૂર્વ કોર્પોરેટરના નામ ની આવેલી છે ત્યાં પાલિકા તંત્ર દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવતા પૂર્વ કોર્પોરેટરે પાલિકા તંત્રના કર્મચારીઓ નો ઉઘડો લીધો હતો અને અનેક જ પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા હતા તેમાં આક્ષેપોમાં ફાયર સેફટીનું કામ પૂર્ણ થઇ ચૂક્યું છે છતાં પણ હજુ સુધી ગઘઈ આપવામાં આવી રહી નથી
ભાજપના જ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર દ્વારા ફાયર સેફટી તથા બાંધકામની ચેકીંગ કામગીરી પાલિકા તંત્રની ટીમ કરી રહી હતી તે મામલે પાલિકાતંત્ર ના કર્મચારીઓનો ઉધડો લેવામાં આવ્યો હતો અને તાત્કાલિક પડે ત્યાંથી જ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નો સંપર્ક સાધવામાં આવ્યો હતો પરંતુ સંપર્ક ન થતા તાત્કાલિક ધોરણે રાજ્ય કેન્દ્રીય મંત્રી અને સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ મહેન્દ્ર ભાઈ મુંજપરા ને ફોન કરવામાં આવ્યો હતો અને મામલો શાંત પાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગર દુધરેજ સંયુક્ત નગરપાલિકા ની ટીમ દ્વારા બાંધકામ વિશે ની માહિતી તેમજ આગ લાગે ત્યારે ફાયર સેફટીની સુવિધા જ જોઈશે તેની વિગત શહેરી વિસ્તારની હોસ્પિટલમાં મેળવવામાં આવી રહી હતી ત્યારે આવી પરમિશન તથા સુવિધા ના હોય તેવી ૧૦થી વધુ હોસ્પિટલ ના નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે.