અબતક, રાજકોટ
રાજકોટ કોર્પોરેશન દ્વારા શહેરમાં દબાણ અને ટ્રાફિક ને નડતરરૂપ પરિબળોના નુસન્સ ને દૂર કરવા માટે કમર કસતી કામગીરી શરૂ કરતા દબાણકારોમાં ફફડાટ ફેલાયો હતો. દબાણ શાખાએ ૨ સપ્ટેમ્બરથી ૮ સપ્ટેમ્બર સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં નડતરરૂપ દબાણો દૂર કરવાની કામગીરી માં રેગડી કેબીન ના ૪૫ દબાણો દૂર કરી છોટુનગર ભક્તિ નગર રેલ્વે સ્ટેશન સામે ગાયત્રી નગર વિરાટ નગર મહુડી મેઇન રોડ કૃષ્ણનગર સ્વામિનારાયણ જો રૈયા રોડ આઝાદ ચોક પોસ્ટ ઓફિસ ભીમ નગર, રામાપીર ચોકડી પટેલ કન્યા છાત્રાલય સત્ય સાઈ મેન રોડ નાના માવા રોડ વગેરે જગ્યાએ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
એસ.કે ચોક એસી ફુટ રોડ મોરબી રોડ અને જકાતનાકા વિસ્તારમાંથી ૪૫ કેબીન રેકડીઓ દૂર કરી પરચુરણ માલસામાનના તારા નડતરરૂપ થાય તેવી રીતે રાખી બેસનારા ૮૪ લોકો સામે જીબી માર્કેટ રૈયા રોડ સદર બજાર જંકશન રોડ ઢેબર રોડ માલવિયા ફાટક યોગેશ્વર આનંદ બંગલા રોડ જામનગર રોડ ગાયત્રી નગર મેઈન રોડ કૃષ્ણનગર મેઇન રોડ જામનગર રોડ પુષ્કરધામ રોડથી આ રોડ કાલાવડ રોડ માર્કેટ કોઠારીયા રોડ મોરબી રોડ જકાતનાકા માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં કામગીરી કરીને ૭૪૨૦૦ નો દંડ વસૂલ કર્યો હતો.
તહેવારોના સમયગાળા દરમિયાન શહેરમાં નડતરરૂપ દબાણો દૂર કરવા માટે ત્રણેય ઝોનની ટીમે સંયુક્ત કામગીરી કરી હતી લેખિત અને મૌખિક ફરિયાદ ના આધારે અને સીસીટીવી કેમેરા ફુટેજ માં આવતી ને લઈને કરેલી કામગીરીમાં કોલ સેન્ટરના ઓનલાઇન ફરિયાદોને પણ ધ્યાનમાં લીધી હતી રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેર સુખાકારી અને નડતરરૂપ હોય તેવા દબાણો કોઈ સંજોગોમાં ચલાવી નહી લેવાય તેમ એન્ક્રોચમેન્ટ ઓફિસરે તાકીદ કરી છે.