અબતક
અતુલ કોટેચા, વેરાવળ
ગીર સોમનાથ જિલ્લાના આદ્રી ખાતે સુવિધાસભર તૈયાર થયેલ સ્વ.વી.આર.જોટવા બક્ષીપંચ છાત્રાલયનું લોકાર્પણ રાજ્યકક્ષાના સમાજ કલ્યાણ મંત્રી વાસણભાઇ આહિરના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મંત્રી આહિરએ જણાવેલ કે મુખ્યમંત્રી વિજય ભાઇ રૂપાણીએ દરેક સમાજના ઉત્કર્ષ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી છે. જેના કારણે બક્ષીપંચ સમાજના ૪૦૦ વિદ્યાર્થીઓ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરી રહ્યાં છે.
રાજ્ય સરકાર દ્વારા વિદેશ અભ્યાસ કરવા માટે નજીવા વ્યાજદરે રૂ ા.૨૫ લાખની લોન આપવામાં આવે છે. સામાજીક, શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વર્ગો, વિચરતી વિમુક્ત જાતિઓ અને લઘુમતી વર્ગના વિદ્યાર્થીઓ માટે કાર્યરત વિવિધ સરકારી છાત્રાલયોના ૫૩,૪૯૭ વિદ્યાર્થીઓને કોવિડ-૧૯ની અસામાન્ય પરિસ્થિતિ દરમિયાન કુલ રૂ .૮૦૨.૪૫ લાખની સહાય સીધી તેમના બેન્ક એકાઉન્ટમાં જમા કરવામાં આવી છે.
સાંસદ રાજેશભાઇ ચુડાસમાએ જણાવેલ કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના મંત્રી મંડળમાં ૨૭ મંત્રીઓ બક્ષીપંચ સમાજના છે. આ સરકાર દ્વારા બક્ષીપંચના લોકોના વિકાસ માટે અનેકવિધ પગલાંઓ લેવામાં આવ્યા છે. ભાજપ પ્રદેશ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, પ્રદેશ મંત્રી રઘુભાઇ હુંબલ અને જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગભાઇ પરમારે પ્રાસંગિક ઉદ્બોધન કર્યા હતાં.
જ્યારે કાર્યક્રમમાં બીજ નિગમના ચેરમેન રાજશીભાઇ જોટવાએ સ્વાગત પ્રવચનમાં બક્ષીપંચ છાત્રાલયની વિગતો આપતા જણાવેલ કે રૂ .૧.૮૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ છાત્રાલયમાં ૧૧ રૂ મો, ૧ ગેસ્ટ રૂ મ, ૧ ભોજન ખંડ, લાયબ્રેરી રૂ મ સહિતની તમામ સુવિધ ઉભી કરવામાં આવી છે. કાર્યક્રમનું સંચાલન આચાર્ય દિપકભાઇ નિમાવતે અને આભાર વિધી આદ્રીના સરપંચ મયુરભાઇ જોટવાએ કરી હતી.