સિનેમા જગતના ચાહકો અને દર્શકો તો અઢળક રહ્યા જ છે. હિન્દી ફિલ્મ્સને તો પ્રતિસાદ આપે જ છે દર્શકો પણ આપણી પોતાની ફિલ્મ ઈંડસ્ટ્રી એટલેકે ઢોલિવૂડ, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ચાહકો પણ રહ્યા છે. ઐતિહાસિક સ્તરે વાત કરીએ તો ૧૯૧૩ થી લઇ ૧૯૩૧ સુધીના સમય ગળામાં જયારે “સાઇલેન્ટ ફિલ્મ્સ” કોન્સેપ્ટ દેશભરમાં જોવા મળતું હતુ.
ગુજરાતી સાઇલેન્ટ ફિલ્મ્સ પણ બનતી જોવા મળી હતી અને ત્યારના સમયમાં પણ દર્શકોએ લોકચાહના આપી હતી. ત્યારના સમયની વાત રઈ અને જો હાલની વાત કરીયે તો ગુજરાતી સિને જગત શિખરો સર કરી રહી છે એમ કહીયે તો કઈ નવાઈ તો નહિ જ!! ખાસ કરીને છેલ્લો દિવસ ફિલ્મ આવી ત્યારથી એમ કહી શકીયે કે ગુજરાતી સીનેમાં જગતનો ફરી એક વાર નવી છબી સાથે પેલ્લો દિવસ રહ્યો છે! લાંબા વીરામ બાદ થિયેટ૨ના રૂપેરી પડદે ફિલ્મોની પ્રસ્તુતિની પુન: શરૂઆત થઈ ગઈ છે.
અભિનેત્રી માનસી પારેખ ગોહિલે તાજેતરમાં જ તેની નવી ફિલ્મ ’ડિયર ફાધર’નું શૂટિંગ પૂરું કર્યું. ફિલ્મની સમગ્ર ટીમ એક મહિના માટે બરોડામાં પાર્ક કરવામાં આવી હતી ફિલ્મનું શૂટિંગ કરવા માટે અને બહુપ્રતીક્ષિત ડ્રામા જેમાં પરેશ રાવલ અને ચેતન ધાનાણી જેવા શ્રેષ્ઠ કલાકારો પણ છે. માનસીએ તેના સોશિયલ મીડિયા પર શેર કર્યું અને કેક સાથેની તસવીર ’ડિયર ફાધર’ સાથે લખેલી સ્ટોરી ઈનસ્ટાગ્રામ પર શેર કરી હતી, “એન્ડ ઇટ્સ અ રેપ !!”