આજેપણ દેશના ૨૫ ટકા લોકો નિરક્ષર છે, છેલ્લાં દશકામાં તેમાં નોંધપાત્ર પ્રગતિ થઇ છે, ક્ધયા કેળવણી ઉપર ભાર મુકવો જરૂ રી છે
બંધારણની જોગવાઇ મુજબ ૬ થી ૧૪ વર્ષના બાળકો માટે મફ્ત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ સુવિધા છે, છતાં આજે કેટલાય મા-બાપો તેના સંતાનોને શાળાએ ભણવા મોકલતા નથી
આપણાં દેશને અભણો કરતાં ભણેલ કે સાક્ષરતાએ વધુ નુકશાન કર્યું છે. ભણેલાનું વિજ્ઞાન છે તો અભણનું જ્ઞાન છે. અભણ લોકો એટલે નિરક્ષર કે જેને અક્ષર જ્ઞાન નથી હોતું પણ જીવનનું ગણતર બહુ જ સારૂ હોય છે. ઇતિહાસના ગમે તે પાત્રો લોકો મહાન ઉદ્યોગપતિની વાત કરો લગભગ ૯૦ ટકા લોકો અક્ષર જ્ઞાન વગરનાં છે. સાક્ષરોને ઘણા કાર્યોની શરમ નડતી હોય પણ નિરક્ષરો કે અભણ ગમે તે કાર્ય કરીને તેની મહેનત ઉંડી સુઝને કારણે સફળતા મેળવે છે. આજે ડીગ્રીની કોઇ કિંમત નથી તે કિલોના ભાવ વેંચાય છે પણ નિરક્ષરોએ સફળતા મેળવ્યા ના ઘણા દાખલાઓ છે. આપણાં ગુજરાતના જ મહાન માણસોનો ઇતિહાસ તપાસો તો નિરક્ષરતા એ સાક્ષરતાની સામે ટક્કર લગાવી છે. આજે સાક્ષરતા દિવસે ઇન્ફર્મેશન ટેકનોલોજીના યુગમાં અભણ લોકો મોટા ઉદ્યોગો સ્થાપીને ભણેલાને નોકરીએ રાખે છે.
આજનું લક્ષણ વગરનું શિક્ષણ જ સરવાળે ઝીરો સાબિત થાય છે. ભણીગણીને નોકરી ન મળે ત્યારે અભણ તેની મહેનત, કુનેહ, વિચારસરણી, શિખવાની ધગશને કારણે પ્રગતિ કરતો જોવા મળે છે. આજે શિક્ષણ એ જ્ઞાન હોય શકે પણ અભણોની કોઠાસૂઝ હજી આજની તારીખે અવ્વલ છે. ગમે તેવી મુશ્કેલીમાંથી ભણેલા કરતાં અભણે ગાડા વાળ્યા છે. ભણતર સાથે ગણતર હોવું જરૂ રી છે પણ આજે તેની ઉણપ વર્તાય છે. આજનું ઘણુ શિક્ષણ જીવનમાં ક્યારેય કામ આવતું જ નથી. પ્રાચીનકાળમાં શિક્ષણનો વ્યાપ તો નહિવત હોવા છતાં ઘણી શોધો-સંશોધન, વિવિધ સારા વિચારો થકી સમાજ ઉત્થાનનાં મહાન કાર્યો નિરક્ષરોએ જ કર્યા હતા એ ભૂલવું ન જોઇએ. આજે પણ ઘણી લાખેણી મશીનરી પોતાની બુધ્ધીશક્તિથી અભણ નાનો કારીગર સાવ પાણીના ભાવે બનાવે છે.
આજે ૮મી સપ્ટેમ્બર “વિશ્ર્વ સાક્ષરતા દિવસ. વિશ્ર્વભરમાં આ ઉજવણી આજે થઇ રહી છે. યુનેસ્કો દ્વારા ૧૯૬૬થી આ દિવસે ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ દેશના નાગરિકો સાક્ષરતાનું મહત્વ સમજે અને દરેક શિક્ષણ મેળવતા થાય તો જ દેશનો વિકાસ થાય માટે સાક્ષરતા અભિયાન-મિશન કે આ બાબતની જનજાગૃતિ જરૂ રી છે.
વિશ્ર્વનાં કોઇપણ દેશનો વિકાસ તેના સાક્ષરતા આંક ઉપરથી નક્કી કરી શકાય છે. આપણાં દેશમાં આજે પણ અંદાજે ૨૫ ટકા જેટલા લોકો નિરક્ષર કે અભણ છે. વિશ્ર્વમાં સારા સમાજની રચના, શ્રેષ્ઠ નાગરિક, ઘડતર માટે શિક્ષણ આવશ્યક છે. વૈશ્ર્વિક સ્તરે વિકાસશીલ દેશોનો અભ્યાસ જોઇએ તો તેના વિકાસમાં સાક્ષરતાનો ફાળો વિશેષ છે. આજની નોલેજની ૨૧મી સદીમાં જ્ઞાન એ જ પૈસો છે. દરેક નાગરિકે તેના મહત્વને સમજવું જરૂ રી છે. જો કે છેલ્લા ૧૦ વર્ષમાં તેમાં નોંધપાત્ર પ્રગતિ થઇ છે પણ હજી પણ ઘણા લોકો તેના સંતાનોને બાળમજૂરી કરીને પૈસા રળે છે પણ નિશાળે મોકલતા નથી.
આપણે સાક્ષરતા મિશન ચલાવીએ છીએ તેનો અર્થ એ છે કે નાગરિક લખતો-વાંચતોને ગણતો કે સમજતો થાય. મનુષ્યના વિકાસમાં અને તેની પોતાની ક્ષમતાનો વિકાસ કરવા પ્રાથમિક આવશ્યકતા છે. દરેક દેશોમાં શિક્ષણ અને આરોગ્ય ઉપર ભાર મુકવામાં આવે છે. આજે આઝાદી પછીના આપણાં વિકાસ તરફ જોઇએ તો હજી પણ અંદાજે ૨૫% જેવી વસ્તીએ શિક્ષણ મેળવ્યું જ નથી. આજે પણ સહીને બદલે અંગૂઠાની છાપ જ લગાવે છે. આપણાં ગુજરાતમાં ક્ધયા કેળવણીને પ્રોત્સાહન મળતા નહિવત સુધારો જોવા મળ્યો છે પણ હજી લાંબી મજલ કાપવાની છે.
સાક્ષરતા અભિયાન આડે ઘણી બધી અડચણોમાં વસ્તી વધારો, ગરીબી, બેકારી, અમુક રૂ ઢિગત ખ્યાલો જેવી વિવિધ બાબતો છે. આપણે સૌ એ સાથે મળીને એક સાક્ષર, એક નિરક્ષરને લખતો, વાંચતો અને ગણતો કરે એ જ આજના દિવસનો સંકલ્પ હોય શકે છે. પ્રોઢ વર્ગો, રાત્રિ વર્ગો જેવા વિવિધ પ્રોજેક્ટોને સઘનરૂ પે ચલાવીને આપણે ૧૦૦% લક્ષ્યાંક સિધ્ધ કરવો જ પડશે.
૫મી ૧૯૮૮થી આપણે રાષ્ટ્રીય સાક્ષરતા મિશન ચલાવીએ છીએ. જેમાં સંપૂર્ણ સાક્ષર, અનુસાક્ષરતા અને નિરંતર શિક્ષણ કેન્દ્રો સાક્ષરતા તરફ દોટ મૂકી છે. જે આજે પણ ચાલુ છે. ક્ધયા કેળવણી બાબતે ઘણી ઉદાસીનતા મા-બાપોમાં જોવા મળે છે. શાળામાં અધવચ્ચે શાળા છોડી જનારનો ડ્રોપ આઉટ રેશીયો પણ બાધારૂ પ છે. દેશનો નાગરિક ઓછામાં ઓછું પ્રાથમિક શિક્ષણ પુરૂ કરે તે આપણી પ્રાથમિક જરૂ રીયાત છે. સંપૂર્ણ નિરક્ષરતા નાબૂદી માટે સૌએ સજ્જ બનીને કાર્યમાં જોડાવું જરૂ રી છે.
સર્વેના આંકડામાં સાક્ષરતાનો દર છેલ્લાં બે દશકાથી સતત ઉંચો આવે છે. હાલ તેનો દર ૭૪.૦૪ ટકા છે. સ્ત્રી સાક્ષરતા દરમાં ગુજરાતમાં ૭૨.૭ તો દેશમાં પણ ૬૮% આસપાસ જોવા મળે છે. ગુજરાતમાં પુરૂ ષ સાક્ષરતા દર પણ ૮૪% આસપાસ જોવા મળી રહ્યો છે.આ આંકડા ગત વર્ષનાં છે. આપણી શિક્ષણ પ્રગતિ જ આપણને વિશ્ર્વગુરૂ બનાવશે. આજે વિશ્ર્વ સાક્ષરતા દિવસ નિમિતે દરેક ભારતીય નાગરિક સાક્ષરતા પ્રાપ્ત કરે એ જરૂ રી છે. સાક્ષરતાનું મહત્વ દરેક વ્યક્તિ, સમુદાય તેમજ સમાજને સમજાવીને તેમાં જાગૃતિ લાવવી આવશ્યક છે. સાક્ષરતાનો વિકાસ થશે તો જ નાગરિકોના કૌશલ્યોનો વિકાસ થશે.
આજે ૫૩મો સાક્ષરતા દિવસ ઉજવીએ છીએ ત્યારે બિહાર, તેલંગાણા આ આંકમાં પાછળ છે. દેશમાં કેરણ સૌથી ટોપ ઉપર તો લક્ષદ્વીપ, મિઝરોમ, ત્રિપુરા, ગોવાનો ક્રમ આવે છે. આપણાં દેશમાં સર્વ શિક્ષા અભિયાન અને સાક્ષર ભારત દ્વારા આ દિશામાં લેવાયેલાં પગલાંને કારણે દેશની પોણા ભાગથી વધારે સાક્ષર છે, જે આઝાદી વખતે માત્ર ૧૮ ટકા હતો. સ્ત્રીઓમાં ઓછી સાક્ષરતા પાછળ વસ્તી વધારો અને કોટુંબિક આયોજન વિશે જાણકારીનો અભાવ જોવા મળે છે. યુનેસ્કોના ગ્લોબલ રીપોર્ટના ગત વર્ષના આંકડામાં ભારત ૨૦૫૦ સુધીમાં પ્રાથમિક શિક્ષણ, ૨૦૬૦ સુધીમાં માધ્યમિક શિક્ષણ અને ૨૦૮૫ સુધીમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણનું વૈશ્ર્વિક લક્ષ્ય પ્રાપ્ત કરવા સમર્થ બનશે. જો કે આપણે વર્તમાન સાક્ષર દરની સ્વતંત્ર આકારણ કરીએ તો પરિસ્થિતી સારી છે, આપણે કદાચ વહેલો પણ લક્ષ્યાંક હાંસિલ કરી શકીએ. ભારત પાસે ખૂબ મોટા પ્રમાણમાં માનવ સંપદા છે જો તેને શિક્ષિત અને સાક્ષર કરવામાં આવે તો આગામી દશકામાં આખી દુનિયા ઉપર આપણો પ્રભાવ રહેશે. શિક્ષણ અને સાક્ષરતા વગર કોઇ દેશ આગળ જ ન આવી શકે.
“ચલો…..સ્કૂલ ચલે…હમ
સાક્ષરતાનો અર્થ રૂ ક્ત વાંચન, લેખન કે શિક્ષિત હોવાનો નથી. લોકો ફરજો, હકો પ્રત્યે જાગૃતિ લાવીને સામાજીક વિકાસનો આધાર બને તે ખૂબ જ જરૂ રી છે. સાક્ષરતાનું મહત્વ દરેક વ્યક્તિ સમજશે ત્યારે જ નિરક્ષરતાનું પ્રમાણ આપણે ઘટાડી શકીશું
વિશ્ર્વને બદલવા માટે શાળા સૌથી અસરકાર પરિબળ
નેલ્સન મંડેલાએ વિશ્ર્વના શ્રેષ્ઠ બદલાવ માટે શાળાને સૌથી અસરકારક પરિબળ ગણાવ્યું હતું. તમારા બાળકની દુનિયાને વિસ્તૃત કરવા બહુ ઓછી પધ્ધતિઓ છે. પુસ્તક પ્રત્યેનો પ્રેમ એ બધામાં સંપૂર્ણ છે. સંપૂર્ણ સાક્ષરતા દેશ વિકાસની શ્રેષ્ઠ પળ હોય છે. સાક્ષરતાનું મહત્વ દરેક વ્યક્તિ, સમુદાય તેમજ સમાજને સમજાવી અને તેના વિશે જાગૃતિ લાવવાનું છે. દરેક નાગરિકને લખતા, વાંચત આવડવું જ જોઇએ તેમજ તેનો સર્ંવાગી વિકાસ કહી શકાય. આજના યુગમાં શિક્ષણ વગર કશું જ ન મળી શકે, તેનાંથી જ દેશ વિકાસ કરી શકે છે માટે સૌ એ શિક્ષણની મહતા સમજીને પોતે અને પોતાના સંતાનોને અવશ્ય ભણાવવા જરૂ રી છે. હવે તો છેવાડાનો માનવી પણ સાક્ષર બનશે ત્યારે જ ‘પઢેગા ઇન્ડિયા, તભી તો બઢેગા ઇન્ડિયા’ સૂત્ર સાર્થક થશે.