દારૂ પીને સે લીવર હી નહીં દીલ ભી ખરાબ હો જાતા હૈ… બીયરનાએક માત્ર ટીન અને એક ગ્લાસ દારૂથી હૃદયરોગને નોતરૂ
એક વખત આલ્કોહોલ આરોગવાથી ધમની ફાઈબ્રિલેશનઅને હૃદયની અસામાન્ય લય થવાનો ખતરો
અબતક, રાજકોટ
દિલ કો દેખો ચહેરાના દેખો, ચહેરોને લાખો કો લૂંટા…. આ ગીતની કડી વ્યવહારુ જીવનમાં લાગુ પડે જ છે પણ અહીં જે લોકોને નશાની ટેવ છે,, જેમણે શરાબ પીવાની લત છે અથવા તો કોઈ સ્વાસ્થ્ય માટે થઈને દવાની જેમ દારૂને લે છે તો તેઓ માટે પણ આ કડી લાગુ પડે છે. આપણે અહીં ચહેરાને દારૂની બોટલની પરિપેક્ષમાં જોઈએ તો દારૂની બોટલ ચેહરાની જેમ જ છે જેને જોવો કે ગણકારવો ન જોઈએ. પણ તેની જગ્યાએ દિલને જોવું જોઈએ એટલે કે દારૂ કે દારૂની બોટલ ને નહીં પણ આપણે આપણાં દિલને જોવું જોઈએ. એ ખમી શકે એ જ પ્રમાણમાં દારૂ પીવો જોઈએ.
કારણ કે તાજેતરના એક અભ્યાસમાં એવો ખુલાસો થયો છે કે એક વખતનું શરાબનું સેવન પણ જીવનને જોખમી બનાવી શકે છે..!! આલ્કોહોલ અંગે સંશોધકોએ કરેલા એક અભ્યાસમાં તેમણે જણાવ્યું છે કે બિયરનું એકમાત્ર ટીન અને દારૂનો એકમાત્ર ગ્લાસ હૃદયરોગના જોખમને નોતરે છે..!! એક વખતનું આલ્કોહોલનું સેવન કરવાથી સામાન્ય પ્રકારના કાર્ડિયાક એરિથમિયાનું જોખમ ઝડપથી વધી શકે છે. જેને એટ્રીઅલ ફાઇબ્રિલેશન તરીકે પણ ઓળખાય છે. એટલે કે તેમાં ર્હૃદયના ધબકારા અનિયંત્રિત થવા, હૃદયની લય બદલવી વગેરે જેવા પ્રશ્નો ઉભા થાય છે.
ગીત છે ને…. દારૂ પીને સે લીવર હી નહીં દિલ ભી ખરાબ હો જાતા હૈ… આ અભ્યાસ આ ગીતને બંધ બેસે છે. કારણ કે સામાન્ય રીતે લોકોમાં એવું જ હોય છે કે દારૂ પીવાથી સૌથી વધુ નુકસાન લિવરને જ થાય છે પરંતુ લીવરની સાથે-સાથે હૃદયને પણ એટલું જ નુકસાન પહોંચે છે. વૈજ્ઞાનિકોએ શોધી કા્યું છે કે આલ્કોહોલ પીવાથી વ્યક્તિને આગામી થોડા કલાકોમાં ધમની ફાઇબરિલેશન અથવા હૃદયની અસામાન્ય લય થવાની સંભાવના વધી જાય છે. અને જેટલું વધુ પીવાય એટલી એરિથમિયા થવાની તેમની સંભાવના વધુ વધી જાય છે. જણાવી દઈએ કે, ડોક્ટરોને છેલ્લા ઘણાં લાંબા સમયથી આલ્કોહોલ અને ધમની ફાઇબરિલેશન વચ્ચેના જોડાણની શંકા હતી. પરંતુ અત્યાર સુધી, તેમની પાસે ચોક્કસ પુરાવા ન હતા કે આલ્કોહોલ એરિથમિયાનું કારણ બની શકે છે.
આલ્કોહોલ અંગેનો આ નવો અભ્યાસ આજ સુધીનો સૌથી કઠોર છે: સંશોધકોએ 100 લોકોને તેમના એટ્રીઅલ ફાઈબ્રીલેશનના ઇતિહાસ સાથે અને ચાર અઠવાડિયા સુધી તેમને સખત રીતે ટ્રેક કર્યા, તેમના આલ્કોહોલનું સેવન અને વાસ્તવિક સમયમાં તેમના હૃદયની લયનું નિરીક્ષણ કર્યું એ પરથી જાણવા મળ્યું કે આલ્કોહોલનું સેવન કરવાથી સામાન્ય પ્રકારના કાર્ડિયાક એરિથમિયાનું જોખમ ઝડપથી વધે છે. આ અભ્યાસ ગઈકાલે ધ એનાલ્સ ઇન્ટર્નલ મેડિસિનમાં પ્રકાશિત થયો હતો. જો કે ઘણા ઑર્થસે અનુમાન લગાવ્યું હતું કે આ તારણો તંદુરસ્ત પુખ્ત વયના લોકો માટે પણ વ્યાપક અસરો કરી શકે છે. જો કે મધ્યમ પીવાનું વ્યાપકપણે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. નવા સંશોધન સૂચવે છે કે, ઓછામાં ઓછા કેટલાક લોકોમાં, તે હૃદયની કાર્યક્ષમતાને સંભવિત રૂપે વિક્ષેપિત કરી શકે છે.