એક સમયે બિનનિવાસી ભારતીયોના બાળકોને પણ વગર કમાણીએ દેશ નિકાલ કરી દેનારે આજે વિઝાના નિયમો હળવા કર્યા..
અબતક, રાજકોટ
“સમયની બલિહારી”.. કહેવત છે કે સમય કાળ અને સ્થિતિ ક્યારેય યથાવત રહેતી નથી, પરિવર્તન સંસારનો નિયમ છે અને જે આ સમય અને સંજોગો પારખીને બદલાવ નો સ્વીકાર કરે તે અસ્તિત્વ ટકાવવામાં અને પ્રગતિ કરવામાં સફળ થાય છે, આવું જ કંઈક યુનાઇટેડ આરબ અમીરાત એટલે કે દુબઈમાં થઈ રહ્યું છે એક જમાનો હતો કે સપના પુરા કરવા માટે દરેક યુવાન અને વંચિત પરિવાર ગરીબ માંથી અમીર બનવા માટે કોઈને કોઈ દુબઈમાં સેટ થવાની મનોકામના રાખતા હોય ફિલ્મ અભિનેતા સંજય દત્ત, કુમાર ગૌરવ અને પરેશ રાવલ અભિનીત ફિલ્મ”નામ”માં દુબઈમાં કમાવવા જવાનું આકર્ષણ બતાવ્યું હતું, ભલે આખાત ના દેશોમાં કેટલાકસૌથી ધનવાન દેશોમાં દુબઈ ની ગણતરી થતી હોય પરંતુ બીજાની જેમ દુબઈમાં પેટ્રોલના એટલા ભંડાર તોનથી જ કે દુબઈ વાળાઓને સાત પેઢી સુધી બેઠા બેઠા ખાય તો ખૂટે નહીં. દુબઈનું અર્થતંત્ર ક્રૂડ ઓઈલ ઉપર નિર્ભર નથી ફ્રૂડ ની આવક એટલી બધી નથી. હવે સમય પારખીને યુનાઇટેડ આરબ અમીરાત એ મૂળ દુબઈના ન હોય તેવા કામદારો માટે દુબઈમાં રહેવું સરળ બનાવવા માટે નવી વિઝા અત્યાર કરી છે, અગાઉ દુબઈમાં ધંધો રોજગાર કે કમાવવા માટે સ્પોન્સર અનિવાર્ય હતું બિન-નિવાસી ભારતીય ન સંતાનો મોટા થઈને કંઈક માતા ન હોય તો તેમને દેશનિકાલ કરવા જેવા કરો નિયમો ધરાવતા દુબઈ હવે અર્થતંત્રને બુસ્ટર ડોઝ આપવા માટે નવી વિઝા નીતિ અને ખાસ કરીને ભારતીયો માટે નવી તકો ઉભી કરવાની કવાયત હાથ ધરી છે
દુબઈમાં રહેવા માટે ના નિયમો ભારે કડક છે જૂની નીતિ મુજબ કામ નો કોન્ટ્રાક્ટ પૂરો થાય એટલે બીજો કોંટ્રાક્ટ રીન્યુ કરવા જેટલી પણ તક નહોતી અપાતી અને ફરજિયાત પણે બેકાર લોકોને દુબઈ છોડી દેવું પડતું હતું હવે આર્થિક સ્થિતિ અને વૈશ્વિક પરિસ્થિતિ માં પરિવર્તન આવ્યું છે દુબઈ ને પણ વિકાસ કરવો છે ત્યારે અર્થતંત્રને મજબૂત બનાવવા માટે કોઈ સરકારે જેમ બને તેમ વધુમાં વધુ વિદેશી કામદારો પોતાના દેશમાં આવે તેવી સ્થિતિનું નિર્માણ કરવા ચક્રોગતિમાન કર્યા છે
ભારતને દુબઈ સાથે ખૂબ જ લેવા જેવી છે અત્યારની પરિસ્થિતિમાં દુબઈ યુનાઇટેડ આરબ અમીરાત ની કુલ વસ્તીના 27% ભારતીય છે આજની તારીખે યુએઈમાં 34 લાખ વીસ હજાર ભારતીય કામદારો કામ કરે છે તેમાંથી છ લાખ 60 હજાર તો ગુજરાતી હોવાનું માનવામાં આવી રહ્યું છે અત્યાર સુધી દુબઈ માં જોવા માટે સ્પોન્સરશિપ ની જરૂર પડતી હતી અને કામ વગર કોઈ દુબઈમાં રહી શકતું ન હતું હવેયુએઈ સરકારે વિદ્યા નીતિમાં ધરમૂળથી ફેરફાર કર્યા છે વિઝા ની બે નવી કેટેગરીમાં ત્રીજા અને ઉદ્યોગસાહસિક કુશળ યુવા કારીગરો માટે ના વિઝા માં કુશળ કારીગરોની ગ્રીન વિઝા આપવામાં આવે છે જેને સ્પોન્સર ની જરૂરત રહેતી નથી અને તે પરિવારના કોઈ સભ્યોને બોલાવી શકે છે એક કામ બાદ બીજા કામ શોધવા નો સમય આપવામાં આવે છે જ્યારે ગોલ્ડન વિદ્યામાં દસ વર્ષના રોકાણની છૂટ આપવામાં આવે છે નવા વિઝા પોલીસથી દુબઈના અર્થતંત્રને એક ટકા જેટલી વધી પ્રાપ્ત થશે દુબઈનું અર્થતંત્ર ધબકતું રાખવા માટે સમયનો તકાજો સમજીને સરકારે વિઝા નીતિ અને વિદેશી કામદારો વધુમાં વધુ દુબઈ થાય તેની રણનીતિ નો સૌથી વધુ લાભ ભારતને થશે
યુએઈ અર્થતંત્રને વેગ આપવા, વિદેશી કામદારોને આકર્ષવા માટે નવી યોજનાઓ લાવે છે.
આ પ્રોજેક્ટ્સ, જેમાંથી કેટલાક રવિવારે અનાવરણ કરવામાં આવ્યા હતા, તેમાં ટેકનોલોજીમાં રોકાણ, વિદેશી રોકાણ આકર્ષવા અને રહેવાસીઓ અને કુશળ કામદારોને આકર્ષવા માટે નવા વિઝા બનાવવાનો સમાવેશ થાય છે.ગલ્ફ સ્ટેટે રોકાણ અને વિદેશીઓને આકર્ષવા માટે છેલ્લા એક વર્ષમાં અનેક પગલાં લોન્ચ કર્યા છે જેથી અર્થતંત્રને કોવિડ -19 રોગચાળાની અસરોમાંથી પુન યિભજ્ઞદયિ પ્રાપ્ત કરવામાં મદદ મળી શકે. પ્રો યુએઈ અને અમીરાત ડેવલપમેન્ટ બેંક ઑદ્યોગિક ટેકનોલોજી અને ટેકનોલોજી-ભારે ક્ષેત્રોમાં 5 અબજ દિરહામનું રોકાણ કરશે, એમ ઉદ્યોગ અને અદ્યતન ટેકનોલોજી મંત્રી સુલતાન અલ જાબેરે મીડિયા બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું.
એડવાન્સ્ડ ટેકનોલોજી રાજ્ય મંત્રી સારા અલ-અમીરીએ રોઇટર્સને જણાવ્યું હતું કે, “યુએઈની આગામી 50 વર્ષોની કામગીરી વિવિધ ઉદ્યોગોમાં વૈશ્વિક ખેલાડી બનવાની છે.””છેલ્લા પાંચ દાયકાઓથી અમે આ ક્ષેત્રને લક્ષ્ય બનાવી રહ્યા છીએ. હવે અમે એ સુનિશ્ચિત કરવા આગળ વધી રહ્યા છીએ કે અમારા ઘણા ક્ષેત્રો વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક છે.”અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે, બે નવી વિઝા કેટેગરીઝ – એક ફ્રીલાન્સર્સ માટે અને એક ઉદ્યોગસાહસિકો અને કુશળ કામદારો માટે – ઇચ્છનીય કુશળતા ધરાવતા વિદેશીઓને આકર્ષવા અને જાળવી રાખવા માટે બનાવવામાં આવશે.યુએઈમાં વિદેશીઓ પાસે સામાન્ય રીતે નવીનીકરણીય વિઝા હોય છે જે રોજગાર સાથે જોડાયેલા થોડા વર્ષો માટે જ માન્ય હોય છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કુશળ કામદારો માટે નવા “ગ્રીન વિઝા” પરિવારના સભ્યોને સ્પોન્સર કરવા માટે વધુ સુગમતા ધરાવશે અને એક રોજગાર સમાપ્ત થયા બાદ નવી નોકરી શોધવામાં વધુ સમય આપશેગયા વર્ષે યુએઈએ “ગોલ્ડન” વિઝા પ્રણાલીને વિસ્તૃત કરી હતી જે 10 વર્ષની રેસિડેન્સી આપે છે, દુબઈએ કહ્યું હતું કે આ પગલું અમીરાતમાં આર્થિક વૃદ્ધિને 1%સુધી વધારી શકે છે.