અબતક, શબનમ ચૌહાણ
સુરેન્દ્રનગર
થાન થી તરણેતર જતા વચ્ચે આવતો પ્રદેશ ત્યારે પાપોનંદ નામના જંગલ તરીકે ઓળખાતુ હતું.ભગવાન શ્રી રામ ,માતાસિતા,રૂષિ મુનિ અને ગુરુ જનો સાથે અહીં આવિ ભગવાન શીવજી ના લીંગ ની સ્થાપના કરી આથી ભગવાન શંભુ અહીં પ્રગટ થયા એમણે બાજુમાં કુડમા મા ગંગાને પ્રગટાવ્યા અને રામસિતા સર્વે એ સ્નાન કરી સુધ્ધ પવિત્ર થયા પછી મહાદેવે કૈલાસના પવેત પરથી એક શીલા સ્થાપિત કરી.
શીવલીંગ પાપનાશેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે.કુડ પાપનાશક કુંડ તરીકે, કૈલાસનો પથ્થર બ્રહ્મ શીલા તરીકે અને આ જગ્યા પાપ નાશણા તરીકે પ્રખ્યાત થય.શ્રધ્ધાળુઓ અહીં સ્નાન કરી બ્રહ્મ શીલામા માથું ગસી,શીવપુજા કરી,દશેન કરી પાપમાંથી મુક્ત થાય છે.
એક કથન મુજબ બ્રહ્મમાજી ને એમની દીકરીએ ક્ષાપ આપેલો એનું નીવારણ બ્રહ્મમાજી એ આજ શીલા ઉપર બેસીને કરેલું.એટલે આ શીલા બ્રહ્મશીલા કહેવાય છે.અને બળદેવજી ને ગોત્ર હત્યાનું પાપ લાગ્યું હતું એનું નીવારણ પણ અહી જ થયું છે આ શીવલીંગ ત્રણયુગ જુનુ છે.પવિત્ર શ્રાવણ માસમાં આ શીવલીંગ પર જળ ચડાવી ધન્યતા નો અનુભવ લેવો એ એક અલભ્ય ક્ષણ છે જ્યાં રામ,કૃષ્ણ અને શિવજી નુ પ્રાગટ્ય થયું હોય એવી ભુમીનો અનુભવ શબ્દોમાં વણેવુ અશક્ય છે.થાનગઢ થી તરણેતર જતા કાનપુરના પાટીયા પાસે પાપ નાશણા નું બોર્ડ આવે છે આ જગ્યા ની મુલાકાત ચોક્કસ લેજો.