અબતક, નવી દિલ્હી
નિટની પરીક્ષાની તારીખને બદલવાની માંગ કરી રહેલા વિદ્યાર્થીઓને સુપ્રિમ કોર્ટથી ઝટકો લાગ્યો છે. સુપ્રિમ કોર્ટે વિદ્યાર્થીઓની આ અરજીને રદબાતલ કરી દીધી છે. કોર્ટના આદેશ પછી સ્પષ્ટ થઈ ગયું છે કે નીટની પરીક્ષા હવે ૧૨ સપ્ટેમ્બરના રોજ યોજાશે. સીબીએસઇ એક્ઝામમાં કમ્પાર્ટમેન્ટ લાવવાવાળા અને જેમણે ઈમ્પૂવમેન્ટ માટે અરજી કરી હતી, તે તમામ વિદ્યાર્થીઓની માંગ હતી કે નીટ પરીક્ષાની તારીખોમાં બદલાવ કરવામાં આવે, ઉલ્લેખનીય છે કે નીટની પરીક્ષાના દિવસે જ સીબીએસઇના તેમાં કેટલાક પેપર્સ છે, એટલેકે બન્ને તારીખ ક્લેશ થઈ રહી છે.
કોર્ટની તરફથી જસ્ટીસ ખાનવિલકરે વિદ્યાર્થીઓ ટેસ્ટિંગ એજન્સી અથવા તો સક્ષમ પ્રાધિકારીની સામે પોતાની વાત રાખવાનું જણાવ્યું હતું. આ રીતે સીબીએસઇ અને નિટ પરીક્ષાઓની તારીખોમાં ક્લેશ જોતા નિટ એક્ઝામ રદ કરવાના આંદોલનને સુપ્રિમ કોર્ટમાં ઝટકો લાગ્યો છે. તમને જણાવી દઈએ કે કમ્પાર્ટમેન્ટ પરીક્ષાઓના કારણે નિટ પરીક્ષાને શેડ્યુલ ને સરકારના આદેશની અપીલને સુપ્રિને રદ કરી હતી.
કોર્ટે વિદ્યાર્થીઓને જણાવ્યું કે સક્ષમ અધિકારીએ એનટીએ સમક્ષ પોતાની વાત રજુ કરે, કોર્ટે ટિપ્પણી કરી હતી કે સત્તાવાળાઓ પર દબાણ લાવવા માટે કોર્ટના અમારા મંચનો ઉપયોગ કરશો નહીં. અમે ૧૬ લાખ વિદ્યાર્થીઓની મહેનત અને કેન્દ્ર સરકારની આવી મહત્વની તૈયારીઓને અવગણીને પરીક્ષા મુલતવી રાખી શકતા નથી. તે પણ તે સમયે જ્યારે ઉમેદવારોને પરીક્ષા હોલમાં પ્રવેશવા માટે એડમિટ કાર્ડ પણ મળી ગયા છે.