અબતક, જયેશ પરમાર
સોમનાથ
બાર જયોતિર્લિંગ પૈકી સૌરાષ્ટ્રે સોમનાથચ, આમ-દેશના પશ્ર્ચિમે સાગરના ઘુઘવાટાના નાદ ના ગુંજારવ વચ્ચે ગીર સોમનાથ જિલ્લામાં બીરાજમાન દેવાધીદેવ સોમનાથ મહાદેવ એટલે શિવભકતોનું આસ્થા કેન્દ્ર ગણાય છે. પવિત્ર શ્રાવણમાસ દરમિયાન વિવિધ શણગારોથી ઓપતા ભગવાન સોમનાથ મહાદેવના દર્શને સમગ્ર દેશમાંથી આવતા ભકતજનો સોમનાથદાદાના દર્શન કરી ધન્યતા અનુભવે તે સ્વાભાવીક છે. આજે શ્રાવણ માસ, છેલ્લો સોમવાર અને તેમાં પણ અમાવષ્યા (સોમવતી અમાસ) આમ ત્રિવેણી સંગમ રૂપ દિવસ જયોતિષીઓ માટે પણ ખૂબજ મહત્વ ધરાવે છે. જોકે સોમનાથ ટ્રસ્ટ તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા પણ યાત્રિકો માટે જુદી જુદી વ્યવસ્થાઓ કે જેમાં સરકારની ગાઈડ લાઈનનું ચોકકસ પાલન થાય અને લોકો શ્રધ્ધા ભકિત પૂર્વક ભગવાન સોમનાથના દર્શન કરી પાવન થાય તે માટે જહેમત ઉઠાવી રહ્યા હોય છે.
પવિત્ર શ્રાવણ માસનો સમાપન અને તે પણ શિવભકતોને પ્રિય સોમવારે હોઈ વહેલી સવારથી જ દરરોજના ક્રમ મુજબ માનવ મહેરામણ ઉમટી રહ્યો છે. તેમાં પણ તે દિવસે સર્વ પિતૃ અમાસ હોઈ ભાવિકો માટે ત્રિવેણી પીપળવૃક્ષ, ભાલકા પ્રાચી તીર્થ અને આસપાસના સ્થળોએ ભાવિકો ભકિતમય બનશે. સોમનાથ મંદિરે મહાદેવને અમરનાથ સાંધ્ય શણગાર અને અન્નકુટ દર્શનથી ભાવિકો ધન્ય બનશે. સોમનાથ ટ્રસ્ટ ટ્રસ્ટી સચિવ પ્રવિણભાઈ લહેરીના તંત્રીપદે પ્રકાશિત થતા સોમનાથ વર્તમાનમાં જણાવ્યા અનુસાર અમાસ એટલે અમાવસ્યા અમ એટલે સાથે અને વસ્યા એટલે વસનાર આ દિવસે સૂર્ય અને ચંદ્ર સાથે વસે છે. સોમવતી અમાસના દિવસે શિવ પૂજનનો મહિમા છે. અને પિતૃકૃપા મેળવવાનો આ ઉત્તમ દિવસ છે.
આ દિવસે પીપળાના વૃક્ષનું પૂજનનું મહત્વ છે. એક માન્યતા મુજબ આ દિવસે સ્નાન, દાન, જપ અને તર્પણનો મહિમા છે. તો બાલબોધ જયોતિષસાર ગ્રંથમાં અમાસને પૂણ્ય પર્વ કહ્યુંં છે આ દિવસ અંગેની અન્ય માન્યતાઓ અનુસાર નસોમવતી અમાસ એ ભાવાત્મક એકતાનું પ્રતિક છે. આ દિવસે લાખો શ્રધ્ધાળુઓ વિભિન્ન સ્થાનો ઉપર પર્વ સ્નાન કરી પૂણ્યનું ભાથુ બાંધે છે. આ પર્વ સાથે દધિચી ઋષીની સર્મપણ કથા પણ વર્ણાયેલી છે. એમ કહેવાય છે કે આ તીર્થમાં સ્નાન કર્યા પછી અન્ય તીર્થમાં સ્નાન કરવા ન જઈ શકાય તો પણ સર્વ ર્તીથો અને નદીઓમાં પ્રત્યેક અમાસે સન્નિહિત તીર્થમાં આગમન થશય છે. આથી જ કોઈપણ તીર્થમાં સ્નાન કરતી વખતે જેજે તીર્થ યાદ કરાય તે સ્નાનનું ફળ મળે છે.
ભાદરવી અમાસે પિતૃ તર્પણ કરવાથી પિતૃઓને મોક્ષ મળે છે. તેવી ભાવિકોમાં શ્રધ્ધા છે. ભવિષ્યોત્તર પુરાણમાં પણ સોમવતી અમાસનો ઉલ્લેખ છે અને કહેવાયું છે કે સ્વર્ગ પૃથ્વી અને આકાશના તમામ દેવતાઓ અને તીર્થોમાં તિથીએ નદીના જળમાં સમાવિષ્ટ થાય છે. સોમનાથ મહાદેવ મંદિરે સમગ્ર શ્રાવણમાસ પ્રારંભથી પૂર્ણાહુતિ સુધી જબ્બર ભાવિક સમુદાય પૂણ્ય દર્શન કયા જે મંદિરના ઈતિહાસમાં વિક્રમજનક દર્શનાર્થી પૂણ્ય પ્રાપ્તીના યશપ્રાપ્તી બન્યા હોઈ શકે છે.
સમગ્ર દેશમાં સૌ પ્રથમ સોમનાથ મહાદેવને જળાભિષેક 4-ડી પ્રોજેકટનો આજથી શુભારંભ
વિશ્ર્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરમાં શિવ જયોતિલિંગ સાક્ષાતકાર જળાભિષેક અને મહાદેવના આર્શીવાદ મેળવવા વિશ્ર્વના કરોડો શિવભકતોનો મનોરથ હોય છે. જેને માટે વર્ચ્યુઅલ કેમેરા પ્રોજેકટથી 4-ડી ટેકનોલોજી ભારતમાં પ્રથમ 360 ડીગ્રીથી શિવલિંગ નિહાળી શકાય અને સ્વયં ગર્ભગૃહમાં પ્રવેશી શિવજીને જળાભિષેક કરી તેના આર્શીવાદ મેળવાય તેવો અદ્યતન ટેકનોલોજી ફોટોગ્રાફ સોમનાતમાં આજ સોમવાર સોમવતી અમાસથી પ્રારંભ થશે. હાલ ગુજરાતના અંબાજીમાં આ પ્રોજેકટ કાર્યરત છે. પરંતુ તેમાં ફોટો પડાવનાર માતાજી પાસે હોય તેવો ફોટોપ્રિન્ટ મેળવી શકે છે. જયારે સોમનાથમાં જળાભિષેક કરાઈ રહ્યું હોય તેને નિહાળી શકે છે. અને ત્યારબાદ સ્વયં શિવજી આર્શીવાદ પવિત્ર શ્ર્લોક મંત્ર સંગીત સાથે અપાતા હોય તેવી અનૂભૂતિ આપશે. આ સ્થળેથી ફોટો પ્રિન્ટ લઈ જનાર ગુગલ પ્લેમાં તે ફોટો રજૂ કરે ત્યારે ત્યારે અહીનું મુવીંગ દ્રશ્ય કાયમી ધોરણે તેને ઘેર પણ દર્શન જોઈ શકે છે. સમગ્ર પ્રોજેકટ સંચાલન રાજકોટના સપના બહેન રાદડીયા અને મનોજભાઈ મંદિર આવતા યાત્રીકો માટે કરવામાં આવ્યું છે.
આજે સોમવતી અમાસ-પિતૃ કૃપા મેળવવાનો ઉતમ અવસર
શ્રાવણ માસ વદ તેરસ, ચૌદસ અને અમાસ હિન્દુ ધર્મમાં આરા-વારાના દિવસો કહેવાય છે અને તેમાં પણ આજે સોમવાર અને અમાવસ્યા એટલે કે સોમવતી અમાસ, કે જેનું ખૂબજ મહત્વ છે. આજે પિતૃકૃપા મેળવવાનો અમૂલ્ય અવસર છે. સામાન્ય રીતે જોઈએ તો અમાવસ્યા અમ એટલે સાથે અને વસ્યા એટલે વસનાર આ દિવસે સૂર્ય અને ચંદ્ર સાથે વસે છે. જોકે આજે પીપળાના વૃક્ષનું પૂજન સ્નાન, દાન, તર્પણનો ખૂબજ મોટો મહિમા છે. આ દિવસે લાખો શ્રધ્ધાળુઓ વિભિન્ન સ્થાનો ઉપર પર્વ સ્નાન કરે પૂણ્યનું ભાથુ બાંધે છે.ભાદરવી અમાસે પિતૃ તર્પણ કરવાથી પિતૃઓને મોક્ષ મળે છે. તેવી પણ એક શ્રધ્ધા હોય આજના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન અને પાણી ચડાવી પિતૃતર્પણ કરી ભાવીકો ધન્યતા અનુભવે છે.