સ્ત્રીઓ પોતાની સુંદરતાને લઇને સૌથી વધુ જાગૃત અને ચિંતિત હોય છે તે પોતાની સુંદરતા નીખારવા કોઇ કસર રાખતી નથી તો પછી વાતને હેરની હોય કે કપડાની શુઝની હોય કે ચહેરાની બધા પ્રત્યે તે સજાગ અને પોતાને બધાથી અલગ લુક આપવાની ટ્રાય કરે છે. આજે અમે તમને જાણકારી કે ક્યા પ્રકારના હેર કલર તમને બધાથી અલગ લુક આપશે.
હેર એ સ્ત્રીની સુંદરતામાં મહત્વનો ભાગ ભજવે છે. તો આજે આપણે હેરના કટથી લઇને ક્યા પ્રકારના હેર કલર કરવા જોઇએ તેના વિશે વાત કરીશુ.
હેર કલરએ તમને એક સ્ટાઇલીશ લુક આપે છે. પરંતુ તમારેએ ધ્યાન રાખવું પડશે કે તમારા ચહેરા સાથે ક્યા રીતે હેર સ્ટાઇલમાં પણ ચહેરાની આજુબાજુ વાળાને હળવા અને ડાર્ક ટોન સાથે કલર કરવો તે તમારા ચહેરાના મેકઅપ સાથે મળીને તમારી સુંદરતા વધારશે.
જો તમે હંમેશા તમારા હેરને બાંધીને રાખતા હોય તો આ હેર સ્ટાઇલમાં તમે રીબન મુજબ વાયલેટ કે ગુલાબી કલરનો યુઝ કરી શકો છો. તે તમને સારો લુક આપશે.
વાળમાં વધુ ડાર્ક કલરનો યુઝ કરવા કરતા હમેંશા લાઇટ કલરનો જ યુઝ કરો. આ હેર કલર તમને સ્ટાઇલીશ લુકની સાથે-સાથે તમારી સુંદરતામાં પણ વધારો કરશે.