ખેતીમાં સમયાંતરે પરિવર્તન સાથે સુધારા કરતા રહેવું હિતાવહ
અબતક,રાજકોટ
આજનો ખેડૂત ખરેખર ખૂબ મહેનત દ્વારા અને વિવિધ પ્રકારના અનાજ, શાકભાજી અને ફળ ફૂટ વાવતો થયો છે ત્યારે વ્હેલામાં વહેલો ઓર્ગેનીક તરફે વળે તે માટે પ્રયત્નશીલ રહે તેવી નમ્ર અપીલ. કોરોના કાળ પછી લોકોને ઈમ્યુનીટી પાવર, સારો ખોરાક, પર્યાવરણ, વૃક્ષારોપણ દ્વારા વાતાવરણ શુધ્ધી, પાણી બચાવો જેવા કાર્યોમાં જોડાઈને કામ કરી રહયો છે. ખેતીનો સારી ગુણવતાવાળો માલ, સસ્તા ભાવે આંતરરાષ્ટ્રીય મુજબ બજારમાં વેચે તો ગમે તેવી આર્થિક મંદીમાં પણ તેને વાંધો આવતો નથી આ માટે ખેતી ઉદ્યોગે સમય સાથે પરીવર્તન કરતા રહેવું પડે. તેમાં થતાં નવા નવા સુધારા અમલમાં લાવવા પડે. આજે દરેક જગ્યાએ ગુણવતા અને સમયસર સસ્તા ભાવે મળતી વસ્તુ કે સેવાની બજાર છે. પણ આપણે અનાજની નિકાસ કરી શકીએ છીએ. આ ખેતીમાં આવેલ સમયસરના પરીવર્તનને લીધે શક્ય બન્યુ છે. જેમા આપણે ખેતીમાં સમય સાથે ચાલ્યા તો, આજે ખેતી અને ખેડૂત પોતે સ્વમહેનત દ્વારા સધ્ધર થયા જ છે. જેમાં સરકાર દ્વારા પણ કેનાલ, ચેકડેમો, ડેમ, ખેત તલાવડી, બોર અને કૂવા રીચાર્જ, વિજળી અને સોલાર પાવર, પાવર ફેન્સીંગ અને ફેન્સીંગ, અનાજ ભરવાનાં ગોડાઉન સાથે સાથે અત્યાંધુનીક માર્કેટીંગ યાર્ડો અને સમયસર વ્યાજબી માલ ખરીદી અને બેંકના વ્યાજ ઘટાડીને, ટ્રેકટર તેમજ ખેતીમાં વપરાતા અન્ય સાધનોમાં સબસીડી આપી ખેડૂતો, ખેતમજુરો, ખેતીને લગતા ઉદ્યોગોને સરકાર ખૂબ મદદરૂપ બની છે
કેટલાક લોકો નફો રળી લેવાની લાલચ કરતા ભેળસેળ થાય છે, અને ગરીબ વર્ગને તેના દર્શન પણ દુલર્ભ થતાં જાય છે. એટલે સમાજનો એક વર્ગ દુધ, ઘી, છાશ વગર મોટો થઈ રહયો છે, જે સરવાળે અશકત માયકાંગલી પેઢી ઉભી થઈ રહી છે. તે જે લાંબાગાળે સમાજને ભારરૂપ થશે. કારણ કે પોષણયુકત સમાજને બીમારી વધારે લાગે છે. તેની કાર્ય ક્ષમતા ઓછી હોય તેની આવક કરતા જાવક વધારે થાય છે તે માટે પણ સરકારી તંત્ર અને લોકોએ જાગૃત થઈ આવા ભેળસેળ યુકત ધંધો કરતા લોકોને સમજણ આપીને રોકવા જોઈએ અથવા તો યોગ્ય પગલાં લેવા જોઈએ.
સંકલન : ભરતભાઈ પરસાણા