યાદવ અને શમીનું પુનરાગમન: ૫ માંથી ૩ વનડે માટે યુવરાજને પણ ન લેવાયો !!!
ઓસ્ટ્રેલિયા સામેની ભારતીય ટીમ જાહેર થઈ ગઈ છે પરંતુ તેમાં અશ્વિન અને જાડેજાને શા માટે ડ્રોપ કરાયા છે ? ઓસ્ટ્રેલિયા સામે આગામી સપ્તાહથી શ‚ થનારી ૫ વનડે મેચની ક્રિકેટ શ્રેણીના પ્રથમ ૩ મુકાબલા માટે ભારતીય ટીમની જાહેરાત થઈ છે. જેમાં ઝડપી બોલર ઉમેશ યાદવ તથા મોહમ્મદ શમીનો પુન:સમાવેશ કરવામાં આવ્યો છે.પસંદગીકારોએ અનુભવી સ્થિર આર અશ્વિન તથા રવિન્દ્ર જાડેજાને બીસીસીઆઈની રોટેશન પોલીસી મુજબ આરામ આપવાનો નિર્ણય કર્યો છે. શ્રીલંકા સામેની શ્રેણી વખતે યાદવ તથા શમીને આરામ અપાયો હતો. અનુભવી ખેલાડી યુવરાજસિંઘને પણ પસંદ કરાયો નથી. પ્રથમ ત્રણ વન-ડે માટે ભારતના ૧૫ ટીમ સભ્યોમાં વિરાટ કોહલી રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, મનીષ પાંડે, કેદાર જાધવ, અજિંકય રહાણે, ધોની, હાર્દિક પંડયા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યજુવેન્દર ચહલ, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્ર્વર કુમાર, ઉમેશ યાદવ અને મોહમદ શમીનો સમાવેશ કરાયો છે. બાકીની બે મેચ માટે આ ટીમમાં ફેરફારને અવકાશ છે. કેમ કે તેમાં રોટેશન મુજબ નહીં બલકે પરફોમન્સ અને ફિટનેસના આધારે વધારો ઘટાડો કરવામાં આવશે. ચીફ સિલેકટરે કોચ રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલી સાથે મીટીંગ કરી હતી. યુવરાજને ટીમમાં ન લઈને આંચકો અપાયો છે.