અબતક,હિતેષ ગોસાઈ, જસદણ
હિંદુ ધર્મમાં શ્રાવણ માસનું ઘણું વિશેષ મહત્વ હોય છે, અને આ મહિનામાં હિન્દુ લોકો ખૂબજ આસ્થા સાથે આ મહિનાની ઉજવણી કરતા હોય છે.
શ્રાવણ મહિનાને શિવજીનો મહિનો ગણવામા આવે છે. એટલા માટે આ દિવસોમાં પાર્થિવ લિંગ બનાવીને શિવ પૂજાનું વિશેષ પૂણ્ય મળે છે. શિવપુરાણમાં પાર્થિવ શિવલિંગ પૂજાનું ઘણું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. કલયુગમાં કુષ્માંડ ઋષિના પુત્ર મંડપે પાર્થિવ પૂજા શરૂ કરી હતી. શિવ મહાપુરાણ મુજબ પાર્થિવ પુજાથી ધન, ધાન્ય, આરોગ્ય અને પુત્ર પ્રાપ્તી થાય છે. અને માનસિક અને શારીરીક દુ:ખોમાંથી પણ મૂકિત મળી જાય આવી જ શિવની પૂજા જસદણના ચિતલિયાકુવા રોડ વિસ્તારમાં આવેલાવિખ્યાત ખોડીયાર માતાજીના મંદિરે હજારો શિવભકતોએ કરેલ હતી. પવિત્ર શ્રાવણમાસના પ્રારંભે જ શિવભકતોએ પાર્થિવ શિવલિંગ બનાવી શિવજી પ્રત્યે આસ્થા વ્યક્ત કરી હતી.