પ્રવેશ નહી આપે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચિમકી
અબતક, ધર્મેશ મહેતા, મહુવા
મહુવામાં આવેલી પારેખ કોલેજમાં વિદ્યાર્થીઓને એડમિશન ન મળતા ભારે રોષે ભરાયા હતા. ત્યારે મહુવા અઇટઙ ની ટીમ વિદ્યાર્થીઓના સમર્થનમાં આવી હતી. અને પારેખ કોલેજના ગેટની બહાર આંદોલન પર ઉતર્યા હતા. અને વિદ્યાર્થીઓને બીકોમ સેમ-૧ માં ગવર્મેન્ટ એડમિશન ન મળતા નથી. અને વિદ્યાર્થીઓ ગ્રામ્ય વિસ્તારોમાંથી આવે છે. અને તેમની પરિસ્થિતિ નથી કે સેલ્ફાઇનાન્સમાં એડમિશન લઈ શકે તેમ નથી. અને ગવર્મેન્ટ એડમિશન આપવા માટે સરકાર તૈયાર છે. તેમજ યુનિવર્સિટી પણ તૈયાર છે. પરંતુ આ પારેખ કોલેજના ટ્રસ્ટીઓ એડમિશન આપવા માટે કેમ તૈયાર નથી. તેવા વિદ્યાર્થીઓમાં સવાલો ઉઠયા છે. અને અઇટઙ્ ની ટીમ દ્વારા કોલેજના મેનેજમેન્ટને બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં અઇટઙ ની ટીમ દ્વારા કહેવામાં આવ્યું કે, આ વિદ્યાર્થીઓ ગ્રામ્ય વિસ્તારોમાંથી આવે છે. અને સેલ્ફ ફાઇનાન્સ માં એડમિશન લઈ શકે તેમ તેની પરિસ્થિતિ નથી. અને સંપૂર્ણપણે ગવર્મેન્ટ ક્લાસ આપો. ટ્રસ્ટીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે અમોને આર્થિક રીતે પોષાય તેમ નથી. અથવા સંખ્યાદીઠ ક્લાસ આપો. છતાંપણ તેમને પોસાતું નથી તેવો જવાબ આપે છે. તો હવે આ વિદ્યાર્થીઓ જાય ક્યાં?. તેવો સવાલ ઉઠયો છે. ત્યારે અઇટઙ્ ની ટીમ સાથે વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં એકઠા થઈને આંદોલન પર બેસવામાં આવ્યા હતા. અને શિક્ષણનું વ્યાપારીકરણ બંધ કરો, હમારી માંગે પુરી કરો, છાત્ર શક્તિ રાષ્ટ્ર શક્તિ જેવા અનેક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આખરે હવે પારેખ કોલેજના ટ્રસ્ટીઓ વિદ્યાર્થીઓને એડમિશન આપે તો શારૂ. અને જ્યાં સુધી એડમિશન આપવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવું વિદ્યાર્થીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.