અબતક-રાજકોટ
૧ થી ૭ સપ્ટેમ્બર એટલે ‘નેશનલ ન્યુટ્રીશન વીક’ દરેક વિકાસશીલ દેશની સૌથી પડકાજનક સમસ્યા એટલે ભૂખમરો અને કુપોષણ. આપણો દેશ પણ તેમાંથી બાકાત નથી. (ગ્લોબલ હંગર ઇન્ડેક્સ)માં સર્વે મુજબ ભારત ૧૦૭ દેશની સરખામણીએ ૯૪માં ક્રમે આવ્યું છે. જે ગંભીર ભૂખમરાની યાદી દર્શાવે છે. પોષણક્ષમ ખોરાક જેવી પાયાની સમસ્યાનું નિવારણ ન થાય ત્યાં સુધી દેશની વિકાસયાત્રા શક્ય નથી. માથાદીઠ આવકનો વધારો કે ઉંચો વિકાસદર કુપોષણમાં ઘટાડો દર્શાવતું નથી.
આર્થિક અને સામાજિક નબળાઈ, ઓછું શિક્ષણ, કલાઈમેટ ચેન્જ, કુદરતી આફતો, સ્વચ્છતાનો અભાવ જેવા અનેક પરિબળો ભૂખમરા, કુપોષણ અને અન્ય સંબંધિત રોગોનું કારણ બને છે.ટૂંકમાં દેશના ૦ થી ૫ વર્ષ સુધીના કુલ બાળકોમાંથી ૪થા ભાગના બાળકો ઓછું વજન, એનિમિયા, ન્યૂમોનિયા, અધૂરો શારીરિક કે માનસિક વિકાસ, નબળા હાડકા જેવી ગંભીર બીમારીનો શિકાર બને છે.
આજે આંગણવાડી કેન્દ્ર દ્વારા છેવાડાના ગામડામાં સ્વાસ્થ્ય અને પોષણ સંબંધીત માહિતીના પ્રચાર પ્રસાર માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે. સરકારી આંકડાઓ અનુસાર ૨૦૨૦માં દેશમાં ૧૩.૭૭ લાખ આંગણવાડી કેન્દ્રો અને ૨૨ લાખથી વધારે કર્મીઓ દ્વારા આ અભિયાન ચલાવાઇ રહ્યું છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ, ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨, સંકલન બાળવિકાસ યોજના, આંગણવાડી યોજના જેવા અનેક કાર્યક્રમો દ્વારા કુપોષણ સામે લડવા સરકાર કટિબદ્ધ છે.
આયુષ મંત્રાલય દ્વારા કરવામાં આવેલા સર્વેનાના તારણરૂ પે નબળો વિકાસ અને સુકું શરીર, કુપોષણ, ધીમો વૃદ્ધિદર, ગ્રંથિઓનો સોજો, ગોઇટર, દુર્બળશરીર, પેટનો દુ:ખાવો અને કમળો, પોષ્ટીક આહારની ત્રુટિ, તાવ, પોપડીવાળી ચામડી, શ્વાસના રોગ તેમજ સ્થગિત કે ઓછો વિકાસ જેવી સમસ્યાઓમાં આપી શકાય છે. હોમિયોપેથી સારવાર પદ્ધતિ દર્દીની તાસીર પર નિર્ભર હોવાથી હોમિયોપેથી દવાનું સેવન કરતા પહેલા હોમીયોપેથી ક્ધસલ્ટન્ટની સલાહ લેવી.