પર્યુષણ એટલે મનના તમામ વિકરોનું સમન કરવું. પર્યુષણને ઉત્સવોનું રાજા માનવામાં આવે છે. જૈન ધર્મમાં અતિ મહત્વના પર્વ માત્ર જૈન જ નહિં સમગ્ર સૃષ્ટિના માનવ સમાજ માટે જીવો અને જીવવા દોનો સંદેશો આપે છે. અહિંસા પરમો ધર્મના મુદ્રા લેખ પર માનવ સમાજને ચાલવાનું શિખવી પર્યુષણથી જ મોક્ષ પ્રાપ્તીના દ્વાર ખૂલે છે. ક્ષમા, મુદ્રુતા, આદર, સત્ય, સદ્વિચાર, સંયમ, તપ, ત્યાગ, અકિંચનતા, બ્રહ્મચર્યના મુખ્ય સિધ્ધાંતને જીવનમાં ઉતારવાની શીખ આપતા પર્યુષણ પર્વના મર્મને જો કાળા માથાનો માનવી સમજી લે તો પૃથ્વી ઉપરથી તમામ પ્રકારના આસૂર તત્વોનું નાશ થાય અને પૃથ્વી પર જ સ્વર્ગ અવતરે. અહિંસાથી સર્વ જીવ કલ્યાણ, સત્યથી પરમેશ્ર્વરની પ્રાપ્તિ અને સંસ્કારમાં સદાચારનો ઉદય અસ્તેય. ચોરી ન કરવાના સંકલ્પથી તમામના અધિકારોની સુરક્ષા બ્રહ્મચર્યથી સદાચારનું જીવન અને વિકારોની સમાપ્તિ અને અપરિગ્રહ એટલે કે જરૂરથી વધુનું સંગ્રહ ન કરવાના મુખ્ય ઉદ્ેશનું પાલન કરવાથી સર્વ જીવોનું કલ્યાણ નિશ્ર્ચિત મનાઇ રહ્યું છે. કોઇપણ ચીજમાં મમતા ન રાખવી, ન પરિગ્રહનો સ્વિકાર કરવો, ત્યાગથી જ્ઞાન, અભય, આહાર, તપથી મલિનવૃતિઓને દૂર કરવાનું બળ અને સંયમથી મન, વચન અને શરીરને કાબૂમાં રાખી મનમાં કોઇપણ પ્રકારના વિકારી વિચાર, લોભ, લાલચ, ભોગ, રાગ-દ્વેષનો ત્યાગ કરવાની સાથેસાથે વિચારોની સુદ્વતા, ચિતમાં મુદ્રુતા અને ક્ષમાથી સહનશીલતા પ્રાપ્ત કરીને ક્રોધનું નિયમન થાય. ક્રોધનું ઉત્પન્ન થાય તો જ વિવેક વિહિન અવસ્થા પ્રાપ્ત થાય. ક્રોધને કાબૂમાં રાખવાની શક્તિ પર્યુષણ પર્વમાં રહેલી છે. પર્યુષણ પર્વની ઉજવણીના પ્રારંભથી ક્ષમાથી લઇને અંતિમ દિવસની ક્ષમાવાણીના દસ લક્ષણો માનવ સમાજને કલ્યાણકારી જીવન વ્યવસ્થા અને પ્રભુના સાક્ષાત્કાર સુધીનો રસ્તો બતાવે છે. આથી જ પર્યુષણ પર્વને તમામ પર્વનો રાજા ગણવામાં આવે છે. પર્યુષણ પર્વનો મર્મ માત્ર જૈન ધર્મીઓ જ નહિં જો સમગ્ર માનવ જાતને સમજાય તો પૃથ્વી પર જ સ્વર્ગનું અવતરણ થઇ જાય. જીવન વિકારોને કાબૂમાં લાવવાના મુદ્રાલેખ સાથે ઉજવવામાં આવતા પર્યુષણ પર્વની ઉજવણી ખરાં અર્થમાં જીવો અને જીવવા દો નો સંદેશો દરેક યુગમાં ઉજાગર કરે છે. ભગવાન મહાવીર સ્વામીના મૂલ સિદ્વાંત અહિંસા પરમો ધર્મનો સત્ય માર્ગ બતાવનાર પર્યુષણ પર્વ મોક્ષ પ્રાપ્તિનો દ્વાર ખોલનારો બની રહે છે. પર્યુષણનો અર્થ ધર્મની સાચી આરાધનામાં સમાયેલો છે. પ્રથમ ચરણમાં તીર્થકરની પૂજા-સેવા અને સ્મરણ બીજા અધ્યાયમાં અનેક પ્રકારના વ્રતના માધ્યમથી શારીરીક, માનસિક અને તપમાં સ્વયંમને સમર્પિત કરીને કોઇપણ પ્રકારના જલ-આહાર વગર તપ કરીને આત્મસુદ્વિનો માર્ગ મોકળો થાય છે. પર્યુષણમાં સાધુઓ માટે પણ પાંચ કર્તવ્યનું પાલન કરવાનું સૂચવ્યું છે. સવંત્સરી, પ્રતિક્રમણ, કેશલોચન, તપશ્ર્ચર્યા, આલોચના અને ક્ષમા-યોજના સાથે ભક્તિભાવ કરવા ઉપરાંત ગ્રહસ્થો માટે શાસ્ત્ર શ્રવણ, તપ, અભયદાન, સુપાત્રદાન, બ્રહ્મચર્યનું પાલન, ત્યાગ, સંઘસેવા, ક્ષમા-યાચનાનું કર્તવ્ય નિભાવવાનું હોય છે. પર્યુષણ પર્વનું સમાપન વિશ્ર્વ મૈત્રી દિવસ સવંત્સરી પર્વથી વસુધેય કુટુમ્બકમની ભાવના ઉજાગર થાય છે. પર્યુષણ પર્વની ઉજવણી સમગ્ર સંસ્કારના કલ્યાણનો મૂળભૂત ઉદ્શ્ય સાથે ઉજવાતાં માનવ જાતના ઉત્કૃર્ષના પર્વ તરીકે સન્માન પાત્ર છે. પર્યુષણ પર્વને ખરાં અર્થમાં સમજીને જીવનમાં આચરણ ઉજાગર થાય તો પૃથ્વી પર જ સ્વર્ગનો સંચાર થાય તે નિ:શક છે.
Trending
- સૌ.યુનિ.નો રવિવારે પદવીદાન સમારંભ: 40015 દિક્ષાર્થીઓને પદવી એનાયત કરાશે
- વાપી: ભારતભ્રમણ યાત્રાએ નીકળેલ NRI ગ્રુપે વાપીના જાણીતા મુક્તિધામની લીધી મુલાકાત
- સાલું ગમે તે કરી લ્યો પણ રીલ્સમાં view જ નથી આવતા…ફિકર નોટ આ ટિપ્સ ટ્રાઈ કરો
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2024માં રાજકોટને આપી રૂ.1100 કરોડના વિકાસકામોની ‘ગિફ્ટ’
- પાટણ: વઢિયાર પંથકના છેવાડાના વિસ્તારોમાં ચાલતા સેવા યજ્ઞની સુવાસ દિલ્હી સુંધી પહોંચી
- દાહોદ : ઘનશ્યામ હોટલ પંચેલા રિસોર્ટ ખાતે “મિલ્ક ડે “ની ઉજવણી કરાઈ
- રાસાયણિક નહીં પરંતુ કૂદરતી તત્વો વાળા ટૂથપેસ્ટ અને સાબુ તરફ લોકો વળ્યા!!!
- અંજાર: પોલીસ બેડામાંથી નિવૃત્ત થયેલા કર્મીઓનું સ્નેહમિલન યોજાયું