જામનગરના મેયર બીનાબેન કોઠારીને જૈન સમાજ મહિલા ગૌરવ પદથી બિરદાવ્યા
અબતક, રાજકોટ
વર્ધમાન વૈયાવચ્ચ કેન્દ્ર રાજકોટના ઉપક્રમે ઇન્દ્રપ્રસ્થનગર ઉપાશ્રય ખાતે પૂ. ગુરુદેવ ધીરજમુનિ મ.સા. તથા પૂ. ગુણીજી મ.સ., પૂ. સુશીલાબેન મ.સ., પૂ. સ્મિતાજી મ.સ.ની નિશ્રામાં કલકતા સ્થિત દાનવીર ચંદ્રવદનભાઇ દેસાઇને રાજકોટ રત્ન ભૂષણ પદથી સર્વ રજનીભાઇ બાવીસી, ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહ, શરદભાઇ શેઠ, જામનગર મહાનગરપાલિકાના પ્રથમ જૈન મહિલા મેયર બીનાબેન કોઠારીના હસ્તે વિભૂષિત કર્યા બાદ ધીરુભાઇ વોરાએ પાઘડીથી નવાજયા હતા. બીનાબેન અશોકભાઇ કોઠારીને જૈન સમાજ મહિલા ગૌરવ પદથી બિરદાવ્યા હતા. વીપાબેન દોશી, રંજનબેન પટેલ, જયશ્રીબેન બાટવીયાએ સન્માન કરેલ.
જીવદયા કળશનો રાજુભાઇ અનંતભાઇ મહેતાએ લાભ લીધેલ. જયારે માલીકી કિશોર સંઘવી, જીવદયા ઘર, કાટકોલાની ગૌમાતા દતક યોજનામાં જયોત્સનાબેન સી. દેસાઇ ૬૩ ગૌમાતાનો લાભ લઇ ૧૦૮ પૂર્ણ કરતા જીવદયા મહાદાનનો જયનાદ કરાયો હતો. દેસાઇને રાજકોટવાસીઓનો પ્રેમ અને પૂ. ગુરુદેવના પૂર્વ ભારતના ઉપકારને અવિસ્મરણીબતાવી ધન્યતા પ્રગટ કરી હતી. સૂત્ર સંચાલન ભારતી. ખોખાણીએ કરેલ.
રાજકોટનું ઘણું ડેવલોપમેન્ટ થયું, લોકોનો પ્રેમ પણ ખુબ મળ્યો: ચંદ્રવદન દેસાઇ
‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં ચંદ્રવદનભાઇ દેસાઇએ જણાવ્યું કે મને આવા સન્માનની કોઇ કલ્પના જ ન હતી. હું તો મારુ કાર્ય વર્ષોથી કરતો આવ્યો છું અને કરીશ, આપણાથી કશું જ થતુ નથી. ઇશ્ર્વરના આશીર્વાદથી જ બધુ થાય છે. હું લગભગ રપ થી ૩૦ જેટલી સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલો છું. મારા પિતા દેહાંત પછી હું સેવામાં ખુબ એકિટવ થયો. રાજકોટમાં આવ્યા પછી જોયું કે રાજકોટ શહેરનો ઘણો બધો વિકાસ થયો છે અને લોકોનો પ્રેમ પણ ખુબ મળ્યો
કલકતામાં જૈનભુવન બનાવવાનું વષોનું પેન્ડીંગ કાર્ય સી.જે.દેસાઇએ પૂર્ણ કર્યુ: ધીરુભાઇ વોરા
‘અબતક’ સાથેની વાતચીતમાં ધીરુભાઇ વોરાએ જણાવ્યું હતું કે આજનો ‘હેવન ઇઝ હીઅર’ સબ્જેકટ હતો જેમાં પુજયએ ખુબ સારી છણાવટ કરી સાથે કલકતાના દાનવીર સી.જે. દેસાઇનું બહુમાન પણ કરાયું. કલકતામાં જૈન ભુવન બનાવવાનું જે કાર્ય વર્ષોથી પેન્ડીંગ હતું તે દાનવીર ચંદ્રવદનભાઇ દેસાઇના સહયોગથી તાત્કાલીક શરુ થયું અને સવા અગિયાર કરોડ રુપિયાનું ફંડ પણ તાત્કાલીક એકત્ર થયું.
મારુ સન્માન કરવા બદલ હું સંઘનો આભાર માનું છું: બીનાબેન કોઠારી
‘અબતક’ સાથેની વાતચીતમાં બીનાબેન કોઠારીએ જણાવ્યું હતું કે પૂ. ધીરજમુનિ મ.સા.ના સાનિઘ્યે કલકતા રહે છે એવા અને ખુબ દાનવીર તેમજ અનેક સેવા સંસ્થાઓમાં દાન કર્યુ છે. એવા સી.જે.દેસાઇને બહુમાન કાર્યક્રમમાં રાજકોટના રત્નનું બિરુદ આપવામાં આવ્યું. આ સમારંભમાં મારુ પણ સન્માન થયું જે બદલ હું સંઘનો આભાર માનું છું. મારી સાથે અજયભાઇ અને વિજયભાઇ શેઠ પણ જોડાયેલા છે. એટલુ હું મારી જાતને ખુબ ભાગ્યશાળી માનું છું.
ખુબ ટુંકાગાળામાં સુંદર કાર્યક્રમ ગોઠવી સી.જે. દેસાઇનું બહુમાન કર્યુ: રજનીભાઇ બાવીસી
‘અબતક’ સાથેની વાતચીતમાં રજનીભાઇ બાવીસીએ જણાવ્યું કે હું વર્ષોથી સંસ્થા સાથે જોડાયેલો છું. ગુરુદેવની સુચના અનુસાર રાજયમાં જયાં જયાં કોઇ કાર્યમાં જરુર પડે ત્યાં મારી ટીમ સાથે અમે કામ કરી રહ્યા છીએ. હું સી.જે. ને વર્ષોથી જાણું છું. જેઓ વર્ષોથી જૈન સમાજનું કામ કરે છે. સી.જે.નું રાજકોટ આવવાનું નકકી થયું એટલે ખુબ ટુંકાગાળામાં સન્માનનો કાર્યક્રમ ગોઠવાયો અને સી.જે.નું દબદબાભેર સન્માન કર્યુ. સી.જે. ની પણ રાજકોટ આવવાની વર્ષોથી ઇચ્છા હતી.
પરમશ્રધ્ધેય પૂ.ધીરગૂરુદેવના શુભંકર સાંનિધ્યે પર્વાધિરાજ પર્યુષણ પ્રવચન ધારાનું શનિવારથી ૧૧ સપ્ટેમ્બર સુધી ‘અબતક’ ચેનલ પર સવારે ૯.૩૦ થી ૧૧.૦૦ દરમિયાન તેમજ યુ-ટયુબ અને ફેસબુક પર લાઈવ પ્રસારણ થશે