ડિલીવરી માટે દાખલ કરી હતી : મોત ચોક્કસ કારણ જાણવા યુવતીના મૃતદેહને ફોરેન્સીક પીએમ માટે રાજકોટ ખસેડાયો
અબતક, રાજકોટ
ધોરાજીમાં સગર્ભાને ડિલેવરી માટે દાખલ કરવામાં આવી હતી અને નોર્મલ ડિલેવરી ન થતા તેણીની સિઝીરીયન ડિલેવરી કરવા માટે તબીબ દ્વારા ઇન્જેક્શન આપવામાં આવ્યો હતો. ઇન્જેક્શન આપ્યા બાદ યુવતીનું મોત નીપજતાં તેણીને પરિવાર દ્વારા તબીબ પર આક્ષેપો કરાતા મોતનું ચોક્કસ કારણ જાણવા માટે યુવતીના મૃતદેહને ફોરેન્સીક પી.એમ. માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.
આ અગે પ્રાપ્ત વિગતો મુજબ મૂળ બિહાર અને ધોરાજીમાં રહેતા સમીતાબેન અલ્પેશભાઇ યાદવ (ઉ.વ.૨૩)ને ડિલેવરી માટે ધોરાજીમાં ડો. તૃપ્તીબેનને ત્યાં દાખલ કરવામાં આવ્યા હતા. સમીતાબેનની નોર્મલ ડિલેવરી ન થતાં તેણીની સિઝીરીયન ડિલેવરી માટે ઇન્જેક્શન આપવામાં આવ્યા હતાં. ઇન્જેક્શન આપ્યા બાદ સમીતાબેનનું મોત નીપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી છે.
સમીતાબેનના પરિવાર દ્વારા તબીબે ઇન્જેક્શન આપ્યાં બાદ મૃત્યુ થતાં તબીબ પર આક્ષેપો કરવામાં આવ્યા હતાં. બનાવની જાણ ધોરાજી પોલીસને થતાં સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે સમીતાબેનને ડિલેવરી માટે ગત તા.૩૧ના ડો.તૃપ્તીબેનને ત્યાં દાખલ કરવામાં આવ્યા હતા. સમીતાબેનની નોર્મલ ડીલેવરી ન થવાનું જણાતા તબીબે સિઝીરીયન ડિલેવરીનું કહ્યું હતું જેથી સમીતાબેનને ડિલેવરી પહેલા ઇન્જેક્શન આપવામાં આવ્યા હતું. ઇન્જેક્શનની થોડી પણો બાદ તેણીનું મોત નીપજતા પરિવાર દ્વારા તબીબ પર આક્ષેપો કરવામાં આવ્યા હતાં. જેથી મોતનું ચોક્કસ કારણ જાણવા માટે ફોરેન્સીક પી.એમ. માટે સમીતાબેનના મૃતદેહને રાજકોટ ખસેડવામાં આવ્યો છે.
સમીતાબેનના લગ્નને બે વર્ષ થયા હતા અને તેના પતિ અલ્પેશભાઇ ડ્રાઇવિંગ કામ કરે છે. બાળકને જન્મ આપે તે પહેલાં પરિણિતાનું મોત નીપજતાં પરિવાર શોકમાં ગળકાવ થયો છે.