રાજય સરકાર દ્વારા ચાલતી 181 અભયમ હેલ્પલાઈન મહીલાઓ માટે ખરાં અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઇ રહી છે, ત્યારે જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાંથી મહીલાના પિતા દ્વારા 181 માં ફોન કરી મદદ માગેલી જણાવ્યુ હતું કે, મારી દીકરીને તેના પતીએ મારીને ઘરેથી કાઢી મુકેલ છે. તેથી તે આત્મહત્યા કરવાના વિચારો કરે છે જેથી તુરંત જૂનાગઢ અભયમની ટીમ સ્થળ પર પહોંચી જઈ મહીલાનું મિનાક્ષીબેન સોલંકી દ્વારા કાઉન્સેલિંગ દરમિયાન તેમને જણાવ્યુ કે, પતિ પીડીતા પાસેથી પૈસા માગતો અને પૈસા આપે તો નશો કરીને આવીને ઝગડા કરતો હતો અને મારપીટ કરી મારી નાખવાની ધમકી આપી ઘરેથી કાઢી મુકેલ છે. જે બાબતની પીડીતા પોલીસ સ્ટેશનમા ફરીયાદ આપવા જતી હતી પરંતુ રસ્તામાં બે પુરૂષ આવીને પીડીતા સાથે ગેરવર્તન કરી, અપશબ્દો બોલી ઝગડો કરી પોલીસ સ્ટેશન પહોચવા દિધેલ ન હોય તેથી પીડીતાને કોઇ રસ્તો ન સુજતા આત્મહત્યાનો વિચાર કરેલ જેની પિતાને જાણ કરેલ જેથી પિતાને જાણ થતા તેઓએ 181 માં ફોન કરી મદદ માગેલ હતી. દરમિયાન 181 અભયમ ટીમના કાઉન્સેલર મિનાક્ષીબેન સોલંકીના કાઉન્સલીંગ તથા કોન્સ્ટેબલ નિલોફરબેન દ્વારા તેમના અને તેમના બાળકોના ભવિષ્ય વિશે સમજાવી અને આત્મહત્યા કરવાના વિચારમાંથી મુકત કરીને જીવન જીવવા માટે યોગ્ય માર્ગદર્શન આપેલ. અને મહીલાના પતિને સ્થળ પર બોલાવેલ ત્યારે પતિ નશાની હાલમા આવીને અપશબ્દો બોલી અને પીડીતા સાથે ગેરવર્તન કરી, પીડિતાને મારવાની કોશીસ કરતા સ્થળ પર પોલીસની મદદ મેળવી હતી અને પીડીતાને ફરીયાદ કરવી હતી જેથી પીડીતા તથા તેના પતિને પોલીસ સ્ટેશન લઈ ગયેલ અને પોલિસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી માટે બંનેને સોપવામાં આવ્યા હતા.
Trending
- Surat: સુવાલી બીચ ફેસ્ટિવલમાં 26 સ્થળેથી દોડશે સિટી બસ
- Lookback Politics 2024 : ભારતીય રાજકારણીઓ જેમણે આ વર્ષે દુનિયાને કહ્યું અલવિદા
- ન હોય… આપણા શરીરમાં પણ એલિયન જેવા જીવો ઘર કરી ગયા છે
- સાબરકાંઠા: હિંમતનગર, ઈડર સહિતના તાલુકામાં બટાકાનુ વાવેતર કરતા ખેડુતો
- ધ્રાંગધ્રા: નગરપાલિકા ખાતે DYSPની અધ્યક્ષતામાં ટ્રાફિક સમસ્યાને લઈને બેઠક યોજાઈ
- ભરૂચ: ઝઘડિયામાં દુ-ષ્કર્મ આચરનાર નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર
- અંજાર: વીજચોરો સામે તંત્રની લાલ આંખ
- ઇન્ડિયન ક્રીએટર્સને YouTube એ આપ્યો મોટો જટકો