ખેતી માં થતી નુકશાની અને દુષ્કાળના કારણે પાકને નિષ્ફળ જતા ખેડૂતોમાં આત્મહત્યા નું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે. ત્યારે મહારાષ્ટ્ર માં પણ આ પરિસ્થિતિ વિકટ બની છે. તેવા સમયે મહારાષ્ટ્ર ની ધરતીની તરસ છુપાવવા ગુજરાતની નદીઓને મહારાષ્ટ્ર સુધી પહોચાડવા ના પ્રોજેક્ટ અંગે ચર્ચા વિચારણા થઇ રહી છે ત્યારે આ પ્રોજેક્ટ અંગે વાત કરીએ તો ગુજરાતની તાપી, નર્મદા તથા દમણગંગા, પીન્જલ નદીઓના પાણીને જોડવામાં આવશે ત્યારે દમણગંગા-પીન્જલ પાણીથી મહાનગર મુંબઈ ને મહતમ પાણી નો પુરવઠો મળી રહેશે તેવી આશા છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાય યોજના અંતર્ગત 26 સિંચાય યોજનાનું ઓન પ્રોજેક્ટ છે. ત્યારે એમાંની 5 યોજનાનું કામ પૂરું થઇ ચુંક્યું છે. તેમજ આત્મહત્યા ગ્રસ્ત વિસ્તારોમાં વિશેષ સિંચાય યોજના માટે કેન્દ્ર સરકાર પાસેથી ૧૦ હજાર કરોડ ફાળવવાની માંગ પણ મૂકી છે. તો જોવું રહ્યું કે ગુજરાતની નદીઓ મહારાષ્ટ્ર ની તરસ કેટલા સમય ગાળામાં છુપાવી શકશે જેનાથી ખેડૂતોની થતી આત્મહત્યાઓ અટકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.