અબતક,રાજકોટ
સાતમ-આઠમ નજીક આવતા જાણે જુગારની મોસમ પૂર જોશમાં ખીલી છે. ત્યારે પોલીસે જુગારના રંગમાં ભંગ પાડી, ધોરાજી, ગોંડલ, પાટણવાવ અને જેતપૂરમાં જુગારના દરોડા પાડી, પાંચ મહિલા સહિત ચાલીશ પતાપ્રેમીને ઝડપી રોકડ અને મોબાઈલ મળી રૂ. બે લાખનો મુદામાલ કબ્જેકર્યો છે.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ધોરાજીના પાવર હાઉસ રોડ નાભીરાજ સોસાયટી પાટીદાર ઓઈલ મીલના ખૂણા પાસે જાહેરમાં જુગારરમતા અમીન સાગરભાઈ તુંબી, હબીબ સીદીકભાઈ સમા, ઈસાકભાઈ ઉર્ફે યુસુફ ઓસમાણભાઈ સમા, ઈકબાલ નુરમામદ સોરા અને નાનજીભાઈ ઉર્ફે બાલો દેવાભાઈ ડાભીને રૂ.20,550ની રોકડ સાથે ધોરાજી પી.આઈ. એચ.એ. જાડેજા એ.એસ.આઈ. રમેશભાઈ બોદર, કોન્સ્ટેબલ બાપાલાલ ચૂડાસમા, સહદેવસિંહ ચૌહાણ અને પ્રદિપસિંહ ચુડાસમાએ ઝડપી લીધા છે.
જયારે ગોંડલ સીટી પોલીસે ગોંડલ આવાસ કવાર્ટર નજીક જાહેરમાં જુગટુ રમતા, પ્રકાશ ભીખાભાઈ સાવલીયા, સાગર રાજુભાઈ સોલંકી, સબેરાબેન રહેમાનભાઈ કુરેશી, શીવાનીબા હિતેષસિંહ જાડેજા, સોનલબેન હમીદબેન સાવલીયા, રજીયાબેન ગીગાભાઈ મકરાણી અને મનીષાબેન દીનેશભાઈ સોલંકીને રૂ.12,180 સાથે તેમજ ગોંડલ બસ સ્ટેન્ડ નજીક ટેકસી સ્ટેન્ડની બાજુમાં જાહેરમાં જુગાર ખેલતા મનોજ ગોપાલભાઈ જાદવ, રઘુ રત્નાભાઈ બાટલા, ફીરોજ અલારખા મૂળીયા નાશીદ ડાડાભાઈ ખીરાણી ઈબ્રાહીમ બોડુભાઈ ખીરાણી અને અલ્તાફ અમીનભાઈ રાઠોડને રૂ.1,120ની રોકડ સાથે ઝડપી લીધા છે.
જયારે પાટણવાવ પોલીસે ભાડેર ગામે રહેતા કૌશીક રતાભાઈ ધ્રાંગીયાની વાડીમાં જુગારનો દરોડો પાડી જુગાર રમતા, કૌશીક સહિત વિરભદ્રસિંહ ફતેસિંહ વાઘેલા, પ્રદિપસિંહ ભીખુભા વાઘેલા, ચિરાગ જમનભાઈ રાબડીયા, ભાવીન મનસુખભાઈ કથીરીયા, ભુપત મૂળૂભાઈ વકાતર, અરવિંદ વજુભાઈ શામળા, ભાવેન ચૂનીભાઈ રાબડીયા અને રામ કરશનભાઈ રાખવાને રોકડ રૂ.19,180 અને સાત મોબાઈલ મળી કુલ રૂ. 53180ના મુદામાલ સાથે ઝડપી લીધા છે. જયારે ગોંડલ તાલુકા પોલીસ દેરડી કુંભાજી રહેતા જગદીશ બાવા પટેલની વાડીમાં ગોંડાઉનમાં જુગારનો દરોડો પાડી જુગાર ખેલતા જગદીશ સહિત દેવશી નાગજીભાઈ પટેલ, રમેશ મનુભાઈ કાપડીયા, દયાશંકર ઉર્ફે પરેશ ભોળાશંકર ઉપાધ્યાય, જેન્તી ખોળાભાઈ પટેલ, પ્રવિણ પોપટભાઈ પીપળીયા, બહાદૂર સીદીભાઈ આહિર અને જયસુખ ઉકાભાઈ પટેલને રોકડ રૂ.1,15 લાખ સાથે ઝડપી લીધા છે.
જયારે જેતપૂર તાલુકા પોલીસે થાણા ગલોલ ગામે જૂગારનો દરોડો પાડી મગન રામજીભાઈ બગડા, કાનજી નગાભાઈ પરમાર, ચિરાગ કનુ બગડા, કીરીટ પોપટભાઈ પરમાર, સાગર કનુભાઈ બગડા, સુરેશ રામજીભાઈ પરમારએ હિંમત મુળજીભાઈ બગડાને રૂ. 5660ની રોકડ સાથે ઝડપી લીધા છે. તેમજ ખારચીયા ગામે હસમુખ ધના મકવાણા, જયદીપ ચના ખડેર, જયેશ ધનજી વઘાસીયા, અજય ભાયા મકવાણા, અશ્ર્વીન કાથળ ભેડા અને તરૂણ જેન્તી ભૂવાને રૂ.10520 સાથે ઝડપી લીધા છે.