ઋષિ મહેતા, મોરબી
ભારતમાં કોરોના મહામારીની વચ્ચે હવે ચોમાસાને લઈને પણ ટેન્શન વધી રહ્યું છે. ગુજરાત સહિત કેટલાય રાજ્યોમાં વરસાદ યોગ્ય માત્રમાં પડ્યો નથી જેના કારણે આ વર્ષે દુકાળની સંભાવના દેખાઈ રહી છે. વરસાદના કારણે વધુ એક મુસીબત ગુજરાતમાં દસ્તક આપી રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે સૌરાષ્ટ્રના મોરબી જિલ્લા 14 ગામના ખેડૂતોએ સિંચાઈ માટેનું પાણી ન મળતા આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.
14 ગામોના ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી કે, જો અમને સિંચાઈ માટેનુ પાણી આપવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલન પર ઊતરશુ. મોરબીના ખેડૂતોની માંગ પૂરી ન થતાં આજે તેઓ ઉપવાસ આંદોલન પર ઉતાર્યા છે.
મચ્છુ 2 સિંચાઈની કચેરીએ શરૂ કર્યા ઉપવાસ આંદોલન શરૂ કર્યા છે. મોરબીમાં વરસાદ ખેંચતા મચ્છુ 2 કેનાલ.મારફત પાણી આપવા માંગ કરવામાં આવી છે. પાણી આપો ખેડૂત બચાવોના હોલ્ડિંગ અને નારા સાથે ખેડૂતો કચેરીની બહાર ધરણાં પર બેઠેલા છે. ખેડૂતોની આ માંગ પર સરકાર શું પ્રતિક્રિયા આપશે તે જોવાનું રહ્યું