પ્રતિદિન 50 કિવન્ટલ જેટલા લાડુ બનાવવા માટે 50થી વધારે લોકો લગાતાર 10કલાક કામ કરે છે: લાડુ તૈયાર કરવાની કામગીરી વખતે સફાઈની ઝીણવટ ભરી કાળજી લેવામાં આવે છે
શ્રાવણમાસ દરમિયાન વાંચકોને વિવિધ રાજયોમાં આવેલા શિવાલયોના દુર્લભ દર્શનનો લ્હાવો અપાવવાનો ‘અબતક’નો નમ્ર પ્રયાસ તથા તેની જાણી અજાણી વાતો
પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે ભકતો વિધ-વિધ પ્રકારે શિવમહિમા કરીને તેને કાલાવાલા કરે છે. વ્રત, ઉપવાસ, દૂગ્ધાભિષેક, જળાભિષેક, વિવિધ શિવશૃંગાર પ્રસાદ, ભોગ લગાવીને મનના ભાવો પ્રગટ કરે છે. ભારતનું એક પણ રાજય કે શહેર એવું નથી કે જયાં શિવાલય નથી અને મજાની વાતતો એ છે કે પ્રત્યેક શિવમંદિરની કંઈક વિશેષતા છે. અને આવું જ એક જગપ્રસિધ્ધ શિવાલય છે, કે જયાંનોપ્રસાદ વખણાય છે અને આ શિવાલય છે. ઉજજૈનનું મહાકાલેશ્ર્વર જયોર્તિલિંગ.
ઉજજૈન સ્થિત મહાકાલેશ્ર્વર મંદિરનો પ્રસાદ લાડુ વિશેષ પ્રસાદ પૈકીનો એક છે. આ લાડુના પ્રસાદને ફાઈવ સ્ટાર હાઈજીન રેટીંગ આપવામાં આવેલ છે પ્રતિદિન 50 કિવન્ટલ જેટલા લાડુ અહીં તૈયાર કરવામા આવે છે. મહાકાલેશ્ર્વર મંદિર હાઈજીનમાં ફાઈવસ્ટાર રેટીંગ મેળવનાર ભારતનું પ્રથમ મંદિર છે.
લાડુની પ્રસાદી તૈયાર કરવા માટે 50 થી પણ વધારે લોકો લગાતાર 10 કલાક કામ કરે છે.અહી લાડુ બનાવવાથી લઈને પેક્ગિ સુધી સફાઈનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.
આ લાડુનો પ્રસાદ મહાકાલ મંદિરથી આશરે સાત કિ.મી.દૂર આવેલા ચિંતાપણ ગણેશ મંદિર નજીક તૈયાર કરવામાં આવે છે. અહીં એન્ટ્રી ગેઈટ પર બે એયર કટર લગાડવામાં આવ્યા છે. જેના કારણે 90 ટકા માખીઓ તથા અન્ય જીવજંતુઓ બહાર જ રહે છે.
એન્ટીગેઈટની અંદર જીવજંતુ નાશક પણ લગાડવામાં આવ્યા છે. તથા ઉંદર પકડવા માટે ‘રેટકિલર પેડ’ પણ રાખવામાં આવ્યા છે. અહી નિરંતર ઝાડુ0પોતા લગાવવામા આવે છે. તથા પ્રત્યેક કર્મચારીઓ માસ્ક અને માથાપર કેપ લગાવીને જ રાખે છે. એટલું જ નહીં અહી દરરોજ દરેક કર્મચારીઓને પણ બોડીટેમ્પ્રેચર ચેક કર્યા વગર અંદર પ્રવેશ આપવામાં આવતો નથી.