કિટમાં એક કિલો ચોખ્ખા ઘીનો ડ્રાયફુટવાળો મોહનથાળ તથા દોઢ કિલો ફરસાણનું વિતરણ થશે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આયોજનને આવકારી શુભેચ્છા પાઠવી: વધુમાં વધુ લોકોને લાભ લેવા અનુરોધ
ગુજરાત સહીત ભારતભરમાં સુપ્રસિદ્ધ હૈ આપાગીગાનો ઓટલો ( ચોટીલા ) તેમજ જીવરાજ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરીત તથા ગુજરાત પ્રદેશ ભાજપના અગ્રણી એવા નરેન્દ્રભાઇ સોલંકી ( નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુ ) સંચાલીત જીવરાજગૃપ દ્વારા જન્માષ્ટમીમાં સર્વે સમાજના લોકો માટે અત્યંત રાહત દરે ચોખ્ખા ધીના ડ્રાયફુટવાળો મોહનથાળ તેમજ ગોપાલ નમકીનનું ફરસાણ વિતરણનું આયોજન કરવામાં આવેલ છે.
કડિયા જ્ઞાતિના 300 કાર્યકર્તાઓ તેમજ યુવા સમાજ સેવક અશોકભાઇ સોલંકીની ટીમ કાર્યરત
લાભ લેનાર દરેકને માસ્ક અને સેનેટાઇઝરની બોટલ વિનામુલ્યે અપાશે
કોરોના અને મંદીના માહોલમાં લોકો શ્રી કૃષ્ણ પરમાત્મા તેમજ દેવાધીદેવ મહાદેવ અને માં બહુચરાજીની ભકિત સાથે ઉત્સાહથી તહેવારો ઉજવી શકે તે માટે જન્માષ્ટમીએ આપાગીગાનો ઓટલો અને પ્રશ્ન જીવરાજગૃપ દ્વારા જન આર્શીવાદથી જનસેવા યજ્ઞ યોજાયેલ છે . ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજના યુવાનો, ભાઇઓ, વડીલો 30 કાર્યકર્તાઓ દ્વારા સર્વે સમાજની સેવા માટે તેમજ ઉભરતા આશાસ્પદ યુવા જનસેવક અશોકભાઇ નરેન્દ્રભાઇ સોલંકી અને તેમના સાથી સેવાભાવી યુવાનો સમગ્ર આયોજનની તડામાર તૈયારીઓ કરી રહયા છે .
તાજેતરમાં ગાંધીનગર મુકામે મુખ્યમંત્રી ની વિજયભાઇ રૂપાણીને જીવરાજગુપના ચેરમેન નરેન્દ્રભાઇ સોલંકી ( નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુ ) તેમજ અશોકભાઇ નરેન્દ્રભાઇ સોલંકી દ્વારા રૂબરૂ મુલાકાત કરી અને જન્માષ્ટમી નિમિત આપાગીગાના ઓટલા દ્વારા તેમજ જીવરાજગૃપ દ્વારા સમગ્ર સમાજ માટે કોઈપણ જાતના જ્ઞાતિ – જાતીના ભેદભાવ વગર દરેક લોકોને જન્માષ્ટમી પોતાના ઘરે ઉજવી શકે તે માટે શુદ્ધ ઘીનો ડ્રાયફુટવાળો મોહનથાળ તેમજ ગોપાલ નમકીનનું ફરસાણ વિતરાગ અંગે વાકેફ કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા ખુબજ હૃદયપૂર્વકની ખુશી વ્યકત કરવામાં આવેલ હતી અને જણાવેલ હતુ કે પંડીત દિનદયાળજીના એકાત્મ માનવવાદને અનુસરી અને છેવાડાના માનવી સુધી આપના દ્વારા જે સેવાની ભાવના છે તે ખુબજ ઉતમ તેમજ અભીનંદનીય છે . તેમજ ના સેવા યજ્ઞનો લાભ લેવા માટે દરેક લોકોને અનુરોધ કરેલ હતો .
જાહેર જીવનમાં નરેન્દ્રભાઇ સોલંકી તરીકે જાણીતા તેમજ આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુ જણાવે છે . આ સંસ્થા દ્વારા જન્માષ્ટમી પૂર્વે બે દિવસ અલગ અલગ સ્થળોએ ફકત અને ફકત ટોકન દરે શુધ્ધ ઘીનો ડ્રાયફુટ વાળો મોહનથાળ તેમજ ગોપાલ નમકીનનું ફરસાણ વિતરણ થશે . ઉચ્ચ ગુણવતાનું ફરસાણ પ00 ગ્રામ ભાવનગરી ગાંઠીયા , 500 ગ્રામ તીખા ગાંઠીયા , પ00 ગ્રામ ચવાણુ અને શુદ્ધ ઘીનો ડ્રાયફુટ વાળો 1 કિલો મોહનથાળ મળીને કુલ અઢી કિલો વસ્તુ માત્ર રૂા . 100 ( એકસો ) માં આપવામાં આવશે જેની આશરે કુલ બજાર કિંમત રૂા . 600 થી વધુ થાય છે . તે ચારેય વસ્તુ માત્ર રૂા . 100 માં વિતરણ કરવામાં આવશે . અલગ – અલગ 4 પેકીંગથી અઢી કિલો વસ્તુઓની કીટ બનાવવામાં આવેલ છે . લાભાર્થીઓને સ્વમાનભેર વસ્તુઓ મેળવીને સંતોષનો મીઠો ઓડકાર ખાઇ તે હેતુ છે . ઇશ્વરે આપેલા સુખની સમાજમાં વહેંચણી કરવી તેવો અમારા પરમ પૂજય સદ્ ગુરૂદેવ જીવરાજબાપુ ગુરુ શામજીબાપુનો જીવન ઉપદેશ છે .
કિટ વિતરાગનો પ્રારંભ શ્રાવણ વદ બોળચોથ તા . 26 ઓગસ્ટ , 2021 ગુરૂવારે સવારે 8 વાગ્યાથી કરવામાં આવે છે . તે દિવસ તીથી મુજબ અમારા સદગુરૂ દેવ કૃપાસિંધુ સંત જીવરાજબાપુ ગુરુ શામજીબાપુનો નિર્વાણ દિન છે . તેમના સ્મૃતિ દિને જ આ ઐતિહાસીક જનસેવા યજ્ઞ થાય તેને શિષ્ય પરિવાર પોતાનું ખુબ જ મોટુ સદભાગ્ય સમજે છે . ગોપાલ નમકીનનું દોઢ કિલો ફરસાણ અને એક કિલો શુદ્ધ ધી નો ડાયફુટ વાળો મોહનથાળ સહીત કુલ અઢી કીલો વસ્તુઓનું રૂા .100 લેખે વિતરાગ કરવામાં આવશે . જેમાં કોઇપણ જાતના ભેદભાવ વગર સર્વે સમાજના લોકોને લાભ લેવા માટે અમારી હદયપૂર્વકની વિનંતી છે . આશરે 12000 કિલો આસપાસ શુદ્ધ ઘીનો ડ્રાયકુટ મોહનથાળ તેમજ 18000 કિલો ગૌપાલ નમકીનનું ઉચ્ચ ગુણવતાયુકત ફરસાણનું વિતરણ કરવામાં આવશે ,
તેમજ આ સાથે આવનાર દરેક વ્યકિતને ગ – 95 નું માસ્ક અને સેનેટાઇઝર ની એક બોટલનું પણ આ સાથે ફી વિતરણ કરવામાં આવશે તેમજ એક પરિવારને એક જ કિટ આપવામાં આવશે . જેથી વધુમાં વધુ પરીવાર સુધી આ સેવા યજ્ઞનો લાભ પહોંચી શકે તે માટે જરૂરી છે . જેથી એક પરિવારને ખાસ એક જ કિટ લેવા માટે વિનંતી કરાઈ છે.
નરેન્દ્રભાઇ સોલંકી (નરેન્દ્રબાપુ ગુરુ જીવરાજબાપુ) એ જણાવ્યું કે સ્થળ પર દરેક લાભાર્થીને સરળતાથીલાભ મળી રહે તે માટેની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવશે. સીનીયર સીટીઝનનો તેમજ શારીરીક રીતે અશકત લોકો માટે અલગ કાઉન્ટરની ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. દરેક લાભાર્થીઓ માસ્ક પહેરીને આવવું તેમજ સોશ્યટી ડીસ્ટન્સ જાળવવું ફરજીયાત જરુરી છે. કોરોનો અનુલક્ષીને સરકારની તમામ ગાઇડલાઇનનું ચુસ્ત પણે પાલન કરવામાં આવશે.
વિતરણ વ્યવસ્થાનું સમયપત્રક
તા. 26-8-2021ગુરુવાર સવારે 8 થી સાંજે 7 સુધી સ્થળ: નરેન્દ્રભાઇ સોલંકી તેમજ અશોકભાઇ એન.સોલંકીની ઓફીસ, ગોપીનાથ કોમ્પલેક્ષ, ગાયત્રીનગર મેઇન રોડ, છેલ્લા બસ સ્ટોપ સામે રાજકોટ તથા તા. ર7-8-21 ને શુક્રવાર સ્થળ: સવારે 8 થી 7 સુધી સ્થળ નરેન્દ્રભાઇ સોલંકીનું નિવાસ સ્થાન, શ્રી જીવરાજ ભુવન, શ્રી જીવરાજપાર્ક, અંબીકા ટાઉનશીપની અંદર, રાજકોટ ખાતેથી વિતરણ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્રભાઇ સોલંકી (નરેન્દ્રબાપુ ગુરુ જીવરાજબાપુ) જયાંના મહંત છે તે આપાગીગાનો ઓટલો રાજકોટ અમદાવાદ હાઇવે પર ચોટીલાથી રાજકોટ તરફ પ કિ.મી.ના અંતરે આવેલ છે. ત્યાં દરેક વર્ણના (કોમના) લોકો માટે ર4 કલાક ચા, પાણી, અલ્પાહાર, ભોજન અને વિસામાની ની:શુલ્ક વ્યવસ્થા છે. જે આઠ વર્ષ થી અવીતરપણે ચોવીસ કલાક ધમધમી રહ્યું છે. જન્માષ્ટમી પૂર્વના મીઠાઇ ફરસાણના વિતરણને પ્રભુનો પ્રસાદ સમજી જરુરીયાત મંદ સૌ લાભ લેવા તેવી અપીલ છે.