બિલ્ડરની મનાઈ હુકમની અરજી નામંજૂર બાદ જિલ્લા અદાલતમાં કરેલી અપીલ ચાલી જતાં દુકાનદારને મળ્યો ન્યાય
રાજકોટ શહેરના ઈન્દિરા ગાંધી સર્કલની બાજુમાં આવેલા આલીશાન એપાર્ટમેન્ટની સામે મારૂતિ કોમર્શીયલ કોપ્લેક્ષના ટોયલેટને દુકાનમાં ફેરવવાના વિવાદ બાદ બિલ્ડર દ્વારા દુકાનધારકો સામે કરવામાં આવેલો દાવો અદાલતે ફગાવી દીધો છે.
મારૂતિ કોમર્શીયલ કોમપ્લેક્ષની જમીન નીલાબેન શાંતિલાલ દોશી, હર્ષિદાબેન શાંતિલાલ દોશી અને અમી રજનીકાંત દોશી ખરીદી કરેલી. જે તે મિલકત ઉપર કોર્પોરેશનમાંથી સને-2004માં બાંધકામ પરવાનગી મેળવેલી અને પ્લાન મુજબનું બાંધકામ પૂર્ણ થતા સને-2005માં કમ્પલીશન સર્ટીફીકેટ મેળવવામાં આવેલ હતો.
બાદ ઉપરોકત અલગ-અલગ આસામીઓને વહેંચી અને તેના જોગ વેચાણ દસ્તાવેજ કરી આપેલ હતા. ત્યારબાદ સને-2012માં ઉપરોકત ત્રણેય જમીન માલિક બિલ્ડરે કોમન ટોયલેટ બ્લોક જે દુકાનધારકો માટે બનાવવામાં આવેલ તેમાં દુકાનનું સ્વરૂપ આપી દીધેલું હતું જે બાબતે કોર્પોરેશનમાં દુકાનધારકોએ ફરીયાદ કરતા ટીમે બિલ્ડર દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામ ઉપર બુલ્ડોઝર ફેરવી તોડી પાડેલું હતું.
ત્યારબોદ બિલ્ડરે કોર્ટમાં દુકાનધારકોને જોડી મિલકત-દુકાન બાબતે દુકાનધારકોને કોઈ હકક-અધિકાર નથી તેવું વિજ્ઞાપન માગતો દાવો દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોકત દાવામાં દુકાનધારકો વતી વિકાસ કે. શેઠ એડવોકેટ દરજજે રોકાયેલ. તેઓએ વાદીના જ દસ્તાવેજ ઉપરથી કોર્ટને સફળતાપૂર્વક બતાવેલ કે, વાદી જે દાવો કોર્ટ સમક્ષ લાવેલા છે.
કોર્પોરેશન દ્વારા મંજુર કરવામાં આવેલ બાંધકામ પ્લાન જોતા સ્પષ્ટ થાય છે કે કોર્પોરેશન દ્વારા ફકત છ દુકાનનું બાંધકામ કરવા પ2વાની આપવામાં આવેલી છે. તેમ છતાં કમ્પ્લીશન બાદ ટોયલેટ બ્લોકસને દુકાનનું સ્વરૂપ આપી વાદી પ્રતી વાદી દુકાનધારકોની સહીયારી સુવિધા છિનવી લેવા માગતા હોય તેમને દરમિયાન કે આખરી દાદ મળવા પાત્ર નથી. કોર્ટ દરમિયાન મનાઈ હુકમની અરજી સાંભળતી વખતે ઠરાવેલ કે, વાદીની વર્તણૂક ચોખ્ખા હાથની જણાતી નથી. રેકર્ડ ઉપરનો નકશો ધ્યાને લેતા બિલ્ડર એટલે કે વાદીએ સહીયારી સુવિધાવાળા કોમન ટોયલેટ બાથરૂમમાં દુકાનનો હકક દાવો કરેલ છે.
તેથી વાદીનો પ્રથમ દર્શનીય કેસ હોય તેવું જણાતું નથી, મનાઈ હુકમ ન આપવાથી તેને કોઈ અગવડતા પડતી નથી. તેવું ઠરાવી કોર્ટે મનાઈ હુકમની અરજી ફગાવી દીધેલ. બાદ જિલ્લા અદાલતમાં કરવામાં આવેલી અપીલ સને-2017માં ડિસમીસ થયેલ. બાદ સમગ્ર કેસની ટ્રાયલી ચાલ્યા બાદ કોર્ટે બિલ્ડરનો દાવો નકારી કાઢતા ઠરાવેલું છે. દાવા મુજબનો તેનો કલેઈમ સાબિત કરવામાં નિષ્ફળ નીવડેલ હોય દાવો ડિસમિસ કરવામાં આવે છે. આ કામમાં પ્રતિવાદી વતી વિકાસ કે. શેઠ, અલ્પા શેઠ, બીજ શેઠ તથા રાજદીપ દાસાણી એડવોકેટ દ2જજે રોકાયેલ હતા.