યુ.કે, અમેરિકા, ઇન્ડોનેશીયા, થાઇલેન્ડ, સિંગાપુર સહીત વસતા ભારતીયોને ઘરબેઠા નમન પ્રસાદી પહોચાડવામાં આવે
ભારત બાર જયોતિંલીંગ પ્રથમ સોમનાથ તીર્થમાં પવિત્ર શ્રાવણ માસની વિશેષ પૂજા કરતા કેટલાક પંડિતો સંજોગોવસાત પ્રત્યક્ષ રીતે અહીં ન પહોંચી શકનાર અને પૂજાની અનુષ્ઠાનની જાપ, રૂદ્રીની ભાવના રાખનાર શ્રઘ્ધાળુ ભાવિકો માટે હવે હાઇટેક ટેકનોલોજીના સહારે આંગળીના ટેરવે હે હાઇટેક ટેકનોલોજીના સહારે આંગળીના ટેરવી માઘ્યમ બની પ્રત્યક્ષ પૂજા જેવી અનુભૂતિ સંકલ્પ કરાવે છે અને જે પૂજા સમાપન થતાં તેઓના યજમાનોને કવરમાં પોષ્ટ કે કુરીયર દ્વારા બિલીપત્ર, ભસ્મ, ભગવાને પઢેલ કે પૂજનમાં વાપરેલ પુષ્પોનો નમન તેઓને પહોચાડે છે.
સોમનાથ તીર્થના જયોતિષી પંડિત વિક્રાંત પાઠક કહે છે, અમારે સૌથી વધુ પવિત્ર શ્રાવણ માસમાં યજમાનો તરફથી તેમના વતી પુજા, અનુષ્ઠાન, રૂદ્રાષ્ટક કરવા જણાવાય છે અને જે પૂર્ણ થયેલ તેઓને કરવમાં આશીર્વાદ અને પ્રસાદી સ્વરુપે બિલીપત્ર, ભસ્મ, ફૂલ કુરીયર કે પોષ્ટ દ્વારા મોકલતા હોઇએ છીએ. જે માત્ર દેશમાં જ નહી યુ.કે. અમેરિકા, ઇન્ડોનેશીયા, થાઇલેન્ડ, સિંગાપુર સુધી જાય છે.
અમો તેઓની પૂજા શરુ કરતા પહેલા ઓનલાઇન મોબાઇલથી વીડીયો કોલીંગ સીસ્ટમથી સંકલ્પ પણ લેવરાવીએ છીએ એટલે કે યજમાન દેશને કોઇપણ ખુણે હોય કે વિદેશમાં હોય ત્યાં તે પુજા સામગ્રી સાથે અમો તેની સાથે ઓનલાઇન સંપર્કમાં રહી સંકલ્પ કરાવીએ છીએ.
સોમનાથ મહાદેેવ મંદિર ટ્રસ્ટ પણ શ્રઘ્ધાળુ ભાવિકોની સુવિધાઓ માટે ઓનલાઇન પૂઝાની વિશેષ વ્યવસ્થાઓ કાયમી ધોરણે ગોઠવેલ છે. જેની વિગત સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ ઉપર ઉ5લબ્ધ છે.