બ્લૂ વ્હેલથી તદ્દન વિપરીત અને પૉઝિટિવ ટાસ્કવાળી પિંક વ્હેલ ગેમ પણ યુવાનોમાં પ્રિય થઈ રહી છે. બ્રાઝિલમાં એપ્રિલ, 2017માં શરૂ કરાયેલી પિંક વ્હેલ ગેમ 5 મહિનામાં જ 15 લાખ સુધી પહોંચી ગઈ છે.
બ્લૂ વ્હેલથી તદ્દન વિપરિત છે પિંક વ્હેલ
બ્લૂ વ્હેલ ગેમ રમવામાં હાથ પર બ્લેડથી વ્હેલ દોરવી, કોઈ મિત્રને તરછોડવો, પરિવારમાં કોઈની સાથે વાત ન કરવી તેમજ 50મા ટાસ્કમાં આત્મહત્યા કરવાના પડકારોમાં અત્યાર સુધી કેટલાય યુવાનો જીવ ગુમાવી બેઠા છે. દરેક દેશમાં તેના પર પ્રતિબંધ પણ મૂકી દેવામાં આવ્યો છે. પિંક વ્હેલ પૉઝિટિવ અને મોટીવેશનલ ગેમ છે. આ ગેમ બ્લૂ વ્હેલ રમનારી વ્યક્તિને રોકવા માટે એપ્રિલ 2017માં બ્રાઝિલમાં શરૂ કરવામાં આવી છે, જેનું બ્રાઝિલિયન નામ બલિયા રોઝા છે. રશિયન, પોર્ટુગીઝ, સ્પેનિશ અને યુએસ ઇગ્લિંશ એમ 4 ભાષામાં આ ગેમ રમી શકાય છે.