સૌરાષ્ટ્ર-કચ્છમાં ભુકંપના આચકાનું પ્રમાણ યથાવત છે ત્યારે છેલ્લા 24 કલાકમાં મોરબી, નવસારી અને જૂનાગઢમાં માંગરોળમાં ભૂકંપના આંચકાનો લોકોએ અનુભવ કર્યો હતો. માંગરોળમાં તો આજે વહેલી સવારે 2.4ની તીવ્રતાના આંચકાથી લોકો સફાળા જાગી ગયા હતા.
સીસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ગઈકાલે સવારે 8:40 કલાકે મોરબીથી 16 કિમિ દૂર 1.9ની તીવ્રતાના આંચકાનું કેન્દ્ર બિંદુ ઇસ્ટ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. ત્યારબાદ 9:21 કલાકે જુનાગઢના મંગરોળથી 57 કિમિ દૂર 2.3ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ વેસ્ટ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું.
ત્યારબાદ બપોરે 12:56 કલાકે નવસારીથી 46 કિમિ દૂર 1.3ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ ઇસ્ટ સાઉથ ઇસ્ટ ખાતે અને આજે વહેલી સવારે 4:44 કલાકે જૂનાગઢના માંગરોળથી 48 કિમિ દૂર 2.4ની તીવ્રતાનો આંચકો વેસ્ટ સાઉથ વેસ્ટ ખાતે નોધાયો હતો.
વારંવાર આવતા આંચકાથી લોકોમાં એક ડરનો માહોલ ફેલાયો છે જો કે આંચકા સામાન્ય હોય કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી ..જો કે આજે વહેલી સવારે માંગરોળમાં આવેલ આંચકાથી લોકો સફાળા જાગી ગયા હતા અને ઘરની બહાર દોડી આવ્યા હતા.