વિસાવદરની ટીમ ગબ્બરની રજુઆતનો પડઘો પડયો છે. ટીમ ગબ્બરે આર એન્ડ બી ડિપાર્ટમેન્ટને રજુઆત આખરે તંત્રએ વિસાવદર બિલખા રોડમાં સફેલ પટ્ટા અનુે સાઇન બોર્ડ લગાવ્યાં છે.
ટમ ગબ્બરની રજુઆત નો પડઘો : આખરે આર.એન્ડ.બી. ડિપાર્ટમેન્ટ ઘુંટણીએ.. વિસાવદર બિલખા રોડમાં સફેદ પટા તથા બોર્ડ લગાવ્યા..
વિસાવદર તા. ટિમ ગબ્બર ગુજરાતના કે.એચ.ગજેરા તથા વિસાવદરના સ્થાનીક એડવોકેટ નયનભાઈ જોશી દ્વારા મુખ્યમંત્રી, સચિવ,માર્ગ અને મકાન વિભાગ કાર્યપાલક ઈજનેર(સ્ટેટ) જુનાગઢ વિગેરેને રજુઆત કરી જણાવેલ કે,વિસાવદરથી બીલખા રોડ વચ્ચેના વળાંકોમાં સાઈન બોર્ડ મુકવા તથા ટ્રાફિક નિશાનીઓ,રેડિયમ સ્ટીકર લગાવવા બાબત રજુઆત કરેલી અને નવો રોડ બનેલ હોય એમ છતાં પણ આ રોડ ઉપર કોઈપણ પ્રકારના બોર્ડ કે સાઈન બોર્ડ કે કિલોમીટરના કે વળાંકના બોર્ડ નહીં મુકતા પી.જી.પોર્ટલમાં ફરિયાદ કરેલ હતી રાત્રીના સમયે જલ્દીથી ડ્રાઈવિંગ કરતા લોકોને સરળતાથી દેખાય એવા રેડિયમની નિશાની તાત્કાલિક તમામ વળાંક વાળી જગ્યાએ સાઈન બોર્ડ લગાવવા માગણી કરેલ હતી.
ઉપરાંત રજુઆતમાં વધુમાં જણાવેલ કે,કોઈપણ નવા રોડ બને તેમાં રોડમાં નીચે લાઈટો ફિટ કરવાની હોય છે અને વળાંકો તથા સ્પીડ બ્રેકર ચોક્કસ ઊંચાઇના તથા આકારના હોવા જોઇએ તેની ઉપર સફેદ કલરના પટ્ટા દોરવા ફરજિયાત છે.જેથી વાહનચાલકને સ્પીડ બ્રેકર હોવા અંગેની જાણ થાય તે રજુઆત બાદ ટૂંકાગાળામાં આર.એન્ડ.બી. ડિપાર્ટમેન્ટ ઘૂંટણિયે પડી પોતાની ભૂલ સુધારી તાત્કાલિક અસરથી સફેદ પટા તથા સાઈન બોર્ડ મુકવાની કામગીરી ચાલુ કરાતા પ્રજામાં પણ આંનદની લાગણી છવાઈ ગઈ છે