એલ.સી.બી.એ 4702 બોટલ દારૂ, 480 બિયરના ટીન અને ટ્રક મળી રૂા.24.63 લાખનો મુદ્ામાલ કબ્જે કર્યો: ટ્રકના ચાલક-ક્લીનર અને ગાઇડની ધરપકડ
રાજકોટ-ગોંડલ ધોરી માર્ગ પર આવેલી આશાપુરા ચોકડી પાસે એલ.સી.બી.એ ટ્રકમાંથી રૂા.24.60 લાખની કિંમતનો 4702 બોટલ વિદેશી દારૂ અને 480 બિયરના ટીન સાથે ટ્રકના ચાલક-ક્લીનર અને ગાઇડની ધરપકડ કરી રૂા.24.63 લાખનો મુદ્ામાલ કબ્જે કર્યો છે. જ્યારે વિદેશી દારૂ મોકલનાર અને મંગાવનાર નાશી છૂટતા તેને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યો છે.
પોલીસે ઝડપાયેલા ગાઇડ યુસુફ આદમાણીની પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો અહમદનગરનો સંજય પર્વતી વાઢવાની મોકલ્યો અને મોટી બજાર ખંઢેરીયા શેરીમાં રહેતો ઇમરાન ઉર્ફે ઇડો યાકુબ શેખ નામના શખ્સને પહોંચાડવાનો હતો પોલીસે ટ્રક અને દારૂ મળી રૂા.24.63 લાખનો મુદ્ામાલ કબ્જે કરી બંને શખ્સોની શોધખોળ હાથધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ 15 ઓગષ્ટ પર્વ શાંતિપ્રિય વાતાવરણમાં ઉજવણી થાય તે અંતર્ગત રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ આપેલી સુચનાને પગલે એલ.સી.બી.ના પી.આઇ. એ.આર.ગોહિલ સહિતનો સ્ટાફ ગોંડલ વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ અને વાહન ચેકીંગ હાથ ધર્યું હતું.
પેટ્રોલીંગ દરમ્યાન એમ.એચ.12 એલ.ટી.4952 નંબરના ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો આવી રહ્યાની હેડ કોન્સ્ટેબલ અનિલભાઇ ગુજરાતીને મળેલી બાતમીના આધારે સ્ટાફે આશાપુરા ચોકડી પાસે ગોઠવેલી વોંચ દરમ્યાન નિકળેલા ટ્રકને અટકાવી તલાસી લેતા તેમાંથી 4702 બોટલ વિદેશી દારૂ, 480 બિયરના ટીન સાથે મહારાષ્ટ્રના ટ્રકના ચાલક ગણેશ ઝંજાડુ, દિપક ગુંડા અને ગોંડલ પાસે પંચપીરની ઘાટ પાસે રહેતો ગાઇડ અનવર યુસુફ આદમાણીની ધરપકડ કરી હતી.