૧૨ દર્દી દાખલ: સાતના રિપોર્ટ પોઝીટીવ આવ્યા
સ્વાઇનલફુલનો કહેર યથાવત રહ્યો હોય તેમ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા સ્વાઇનફલુના બે દર્દીના મોત નીપજતા મૃત્યુ આંક ૧૧૨ પર પહોચ્યો છે.
સ્વાઇનફલુના ચેપી રોગને આગળ વધતો અટકાવવા તંત્ર દ્વારા સઘન કાર્યવાહી કરવા છતાં સ્વાઇનફલુ વધુને વધુ દર્દીઓને ભરખી રહ્યો હોય તેમ ગતરાતે જેતપુરના નવાગઢના વૃધ્ધ અને રાજકોટના ગણેશનગરની મહિલાનું મોત નીપજ્યું હતું.
ગણેશનગરની મહિલા અને જેતપુરના વૃધ્ધના સ્વાઇનફલુના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. સિવિલ હોસ્પિટલના સ્વાઇફલુ વોર્ડમાં સુરેન્દ્રનગર, અમરેલી, જામનગર, રાજકોટના એક-એક દર્દી અને રાજકોટ જિલ્લાના આઠ દર્દીઓ દાખલ કરાયા છે. જેમાં સાતના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે.