આજે આખો દેશ 75માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પર ત્રિરંગો લહેરાવ્યા બાદ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વની અને મોટી જાહેરાત કરી છે. રૂપિયા 100 લાખ કરોડની “ગતિ શક્તિ” યોજનાની જાહેરાત થઈ છે. આ સાથે નેશનલ હાઈડ્રોજન મિશનની પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધનમાં કહ્યું કે, આજથી દેશએ 75 વર્ષમાં પ્રવેશ કર્યો છે અને અહીંથી આજની 100 વર્ષ સુધીની સફર ‘‘ભારત સર્જનનું અમૃતકાલ ’’છે. તેમણે કહ્યું કે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ… અને સૌના પ્રયાસથી દેશને આગળ લઈ જઈશું. ભારતનો આ સંકલ્પ સલામતી અને સમૃદ્ધિ વિશ્વને ઉત્તેજન આપે છે.
ખેડૂતોને લઈ સરકારનું શું છે સ્વપ્ન ? લાલ કિલ્લા પરથી રાષ્ટ્રજોગ સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું…
શું છે આ “ગતિ શક્તિ” યોજના..??
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેરોજગારીને હટાવવા અને નવી રોજગારી ઉભી કરવા માટે પ્રધાનમંત્રી ગતિ શક્તિ યોજના લોન્ચ કરવાની જાહેરાત કરી છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે ભારતની રાજનીતિક ઇચ્છા શક્તિમાં કોઇ કમી નહીં અને ભારતમાં ગવર્નેસ ક્ષેત્રે ઇતિહાસ રચાઇ રહ્યો છે. આ યોજનાથી લાખો લોકોને રોજગારી મળશે. આ યોજના હેઠળ રૂપિયા 100 લાખ કરોડ ખર્ચાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં આ યોજનાની જાહેરાત કરી જણાવ્યું હતું કે આવનારા સમયમાં પ્રધાનમંત્રી ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન પણ લોન્ચ કરવામાં આવશે. આનાથી લાખો યુવાનોને રોજગારી મળશે. તેમજ દેશમાં નવી આંતર માળખાકીય સુવિધાઓ ઊભી થશે. સર્વાંગી વિકાસ માટે ઉત્પાદન અને નિકાસ વધારી સતત આગળ વધતું જ રહેવું પડશે. આ યોજના લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં એક મોટી મદદરૂપ થશે.