તાજેતરમાં કરણીસેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવતજી ગીરસોમનાથની સામાજિક સંગઠનાત્મક યાત્રા કાર્યક્રમ અંતર્ગત મુલાકાતે આવ્યા હતા.જેમાં તેઓની અલગ અલગ જગ્યાની મુલાકાતોમાં ઉના તથા ગીરગઢડા તાલુકામાં 12 ગામમાં વસતા શ્રીમારૂં રાજપૂત સમાજની સાથે પણ લાંબી મુલાકાત થઈ હતી.
મળતી માહિતી મુજબ તેઓ પ્રથમ તુલસીશ્યામ ના મંદિરે દર્શન કરીને ત્યાંથી શ્રી મારુ રાજપૂત સમાજના વડીલો અને યુવાનો સાથે ગામ અંબાડા મુકામે લિમિટેડ સંખ્યામાં મળ્યા હતા.જેમાં શ્રી મારૂ રાજપૂત સમાજના પ્રમુખ કાલિદાસભાઈ ડાંગોદરા, દિવ સ્ટેટના રાજવી પરિવારના વિજયબાપુ અને શ્રી મારૂં રાજપૂત સમાજના વડીલો તથા યુવાન હાજર હતા. સંપૂર્ણ રાજપૂત સમાજની એકતા અને અખંડતા કેવી રીતે જળવાય!ક્ષત્રિયોએ પોતાના બલિદાન આપીને આખાય ભારત દેશની રક્ષા કરી છે.
રાજપૂત સમાજ માટે દેશ પ્રથમ છે.અને બધા જ જ્ઞાતિઓ માટે તેઓ સાથે ચાલીને આગળ વધવાનું હમેશા વિચાર્યું છે. કોઈ પણ એક જ્ઞાતિ કે સમુદાય નહિ પરંતુ પુરા દેશનો વિકાસ થાય એ માટે આપણે એક થવાનું છે. જેવી ગહન વાતોની ચર્ચા થઈ હતી.